ગોંડલ માર્કેટિંગ યાર્ડ જણસીની આવકથી ઉભરાયું

    0
    239

    સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ સોમવારથી રાબેતા મુજબ શરૂ થયું હતું. માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગના હિસાબે તા : ૨૫ માર્ચ  થી ૨ એપિલ યાર્ડ બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. માર્ચ એન્ડિંગની 9 દિવસ ની રજા બાદ આજથી યાર્ડ ફરી ધમધમતું થયું હતું. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવકથી ઉભરાયું હતું અને તમામ જણસીની હરરાજી શરૂ કરવામાં આવી હતી. યાર્ડમાં આજ થી ધાણા, મરચા, લસણ, ડુંગળી, ઘઉં, જીરું સહિતના પાકની જણસીની આવક જોવા મળી હતી. યાર્ડમાં સૌથી વધુ ધાણાની 1 લાખ થી પણ વધુ ગુણી ધાણા ની આવક જોવા મળી હતી. હરરાજીમાં ધાણાના ૨૦ કિલોના ભાવ ૧૪૦૦ થી ૨૧૦૦ સુધીના બોલાયા હતા. ત્યારબાદ મરચાની અંદાજે ૬૦ હજાર ભારીની આવક જોવા મળી હતી અને હરરાજીમાં મરચાના ભાવ ૪૦૦૦ થી ૭૦૦૦ સુધીના ભાવ બોલાયા હતા