HomeBreaking Newsટ્રમ્પ ગમે ત્યારે કરી શકે સરેન્ડર!

ટ્રમ્પ ગમે ત્યારે કરી શકે સરેન્ડર!

klyzd50m

ભારે વિરોધની શક્યતાઓ જોતા ન્યુયોર્ક પોલીસ સતર્ક

ટ્રમ્પ ટાવરની આસપાસ મેટલ બેરિયર્સ લગાવાયા, કેટલાક રસ્તા બ્લોક

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં સરેન્ડર કરી શકે છે. સ્ટોર્મી ડેનિયલ્સને આપવામાં આવેલી રકમના મામલામાં ટ્રમ્પ હાલમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ કેસમાં ધરપકડથી બચવા માટે ટ્રમ્પ સરેન્ડર પણ કરી શકે છે, જેને ધ્યાને રાખીને ન્યૂયોર્ક સિટીની પોલીસે ટ્રમ્પ ટાવરની આસપાસ મેટલ બેરિયર્સ લગાવ્યા છે. મેનહટન ક્રિમિનલ કોર્ટ હાઉસ પાસે રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે. ટ્રમ્પના સમર્થકો તેમની હાજરી પહેલા કોર્ટની આસપાસ વિરોધ પ્રદર્શન કરી શકે છે તેવી શક્યતાઓને કારણે અહીંની પોલીસ સતર્ક થઇ ગઈ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments