HomeDeshમસૂરી-દહેરાદૂન રોડ પર બસ ખાઈમાં પડી, બે લોકોના મોત

મસૂરી-દહેરાદૂન રોડ પર બસ ખાઈમાં પડી, બે લોકોના મોત

મસૂરી-દહેરાદૂન રોડ પર રવિવારે બપોરે એક દર્દનાક અકસ્માત થયો હતો. રોડવેઝની બસ ખાડીમાં પડી હતી, જેમાં 35થી વધુ લોકો સવાર હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. પોલીસ અને આઈટીબીપીના જવાનો સહિત સ્થાનિક લોકો દ્વારા ઘાયલોને ખાઈમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યારે 19 ઘાયલોને દહેરાદૂન સારવાર અર્થે ખસેડવામાં  આવ્યા છે.બસ અકસ્માત મસૂરી દેહરાદૂન હાઈવે પર શેર ઘડી પાસે મસૂરીથી પાંચ કિમી પહેલા થયો હતો. આ દર્દનાક અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ-પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે રાહત-બચાવ કાર્યમાં લાગેલી છે. બસ મસૂરીથી દેહરાદૂન પરત ફરી રહી હતી ત્યારે શેર ઘડી પાસે 100 મીટર ઊંડી ખીણમાં પડી હતી. અકસ્માતને પગલે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments