અમેરિકાના દક્ષિણ વિસ્તારોમાં વિનાશક તોફાનો અને ટોર્નેડોએ ભારે તબાહી મચાવી છે. અમેરિકાના સાઉથ અને મિડવેસ્ટમાં ટોર્નેડોના કારણે અત્યાર સુધીમાં 21 લોકોએ જીવ ગુમાવ્યા છે.12થી વધુ લકો ઈજાગ્રસ્ત થયા છે.ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમેરિકામાં આવેલા આ તોફાની વાવાઝોડાના કારણે દેશના 7 રાજ્યોમાં ડઝનબંધ મકાનોને નુકસાન પહોંચ્યું છે. વ્યવસાયોને અસર થઇ છે. આ વાવાઝોડામાં કેટલી શક્તિ હતી તબાહી મચાવવા માટે તેનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે, જ્યાથી પણ આ વિનાશક તોફાનો અને ટોર્નેડો પસાર થયું ત્યાના વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે. આ વિનાશક તોફાનના કારણે અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા 21 લોકોમાંથી 7 લોકો ટેનેસી કાઉન્ટીના છે, જ્યારે 4 લોકો વેઈન, અરકાનસાસના છે, 3 લોકો સલીવમ, ઇન્ડિયાનાના છે.
[/et_pb_text][/et_pb_column] [/et_pb_row] [/et_pb_section]