બિહારમાં હિંસાના પગલે કલમ 144 લાગુ

0
164

બિહારમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન જૂથ અથડામણ થઈ હતી..ત્યાર બાદ હિંસા ભડકી હતી.શનિવારે પણ બંને સ્થળોએ ‘સ્થિતિ તંગ છે. પોલીસનો દાવો છે કે હાલમાં પરીસ્થિતિ નિયંત્રણમાં છે..જ્યારે ઈન્ટરનેટ બંધ કરીને કલમ 144નો કડક અમલ કરીને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો થઈ રહ્યા છે. સાસારામમાં તણાવને કારણે ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો હતો. બંને જિલ્લામાં પોલીસ શાંતિ સમિતિની બેઠક પણ યોજી હતી.. કાદિરગંજ, મુબારકગંજ, ચૌખંડી નવરત્ન બજારમાં દુકાનો સહિત ઘરોના દરવાજા બંધ છે. તેમ છતાં શનિવારે પણ 10 મિનિટ સુધી પથ્થરમારો થયો હતો. જેમાં કોઈને ઈજા થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ નથી. પરંતુ પથ્થરમારાની આ આ ઘટના બતાવે  છે કે તણાવ હજુ પણ છે. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દીધો છે.