RTEમાં 96,707 ફોર્મ ભરાયાં, ગયા વર્ષની સરખામણીએ 50 ટકા ઓછાં

0
251

આરટીઈ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં 25 ટકા પ્રમાણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના બાળકોને પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરવાની મુદત 22મી એપ્રિલના રોજ પૂર્ણ થઈ છે. શનિવાર સાંજના 7 વાગ્યાની સ્થિતિમાં રાજ્યમાંથી કુલ 96,707 ફોર્મ ભરાયાં હતા, જે ગત વર્ષની સરખામણીએ માત્ર 50 ટકા જેટલા જ ફોર્મ ભરાયાં છે. ગત વર્ષે 1,93,034 ફોર્મ ભરાયાં હતા. સાંજ સુધીમાં આવેલી કુલ અરજીમાથી 59,268 અરજીઓમાં એપ્રુવલ મળતાં તે માન્ય ઠરી છે, જ્યારે વાંધાજનક દસ્તાવેજ અથવા તો નક્કી કરેલા માપદંડમાં આવતી ન હોય તેવી 11,605 અરજીઓ અત્યાર સુધીમાં રિજેક્ટ કરવામાં આવી છે જ્યારે 18,385 ફોર્મ રદ થયાં છે. આ સિવાય 7,449 અરજીઓ પેન્ડીંગ છે જેના ડોક્યુમેન્ટ્સ ચકાસવાના બાકી છે.