Home Gujarat Ahmedabad પિરાણા ડમ્પીંગ સાઇટ પર 95 લાખ મેટ્રિક ટન કચરો સાફ

પિરાણા ડમ્પીંગ સાઇટ પર 95 લાખ મેટ્રિક ટન કચરો સાફ

0
537
પિરાણા ડમ્પીંગ સાઇટ પર 95 લાખ મેટ્રિક ટન કચરો સાફ
પિરાણા ડમ્પીંગ સાઇટ પર 95 લાખ મેટ્રિક ટન કચરો સાફ

પિરાણા ડમ્પીંગ સાઇટ પર 95 લાખ મેટ્રિક ટન કચરો સાફ

 35 એકર જમીન ખુલ્લી કરાઇ

રૂપિયા  2200 કરોડની કિંમતની જમીન ટૂંક સમયમાં ખુલ્લી થઇ જશે

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં ગુજરાતે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગ્રીન એનર્જી, આઇ.ટી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં યુદ્ધના ધોરણે કામ થઇ રહ્યું છે. તેના લીધે અમદાવાદવાસીઓને હવે પિરાણાના કચરાના ડુંગરમાંથી રાહત મળી છે. અત્યાર સુધીમાં કોર્પોરેશન દ્વારા પિરાણા ડમ્પીંગ સાઇટ પર 95 લાખ મેટ્રિક ટન કચરો સાફ કરવામાં આવ્યો છે, જેના લીધે ₹ 2200 કરોડની કિંમતની જમીન ટૂંક સમયમાં ખુલ્લી થઇ જશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વર્ષ 2019માં પિરાણા-બાયો માઇનિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. માર્ચ મહિનામાં 300 ટન પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતા ટ્રોમીલ મશીનો સાઇટ પર લાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અત્યારે 300 ટીપીડી (ટન્સ પર ડે- ટન્સ પ્રતિ દિવસ)ક્ષમતાના ૬૦ ટ્રોમીલ મશીન, ૧૦૦૦  ટી પીડી કેપેસેટી ના 11 ઓટોમેટેડ સિગ્રિગેશન મશીનો, 63 એક્સ્કેવેટર્સ અને 267 હાયવા ટ્રક ઓપરેશનમાં છે. દરરોજ બે શિફ્ટમાં 29 -30 હજાર મેટ્રિક ટન કચરાનું પ્રોસેસિંગ સાઇટ પર કરવામાં આવે છે. પિરાણામાં 85 એકર વિસ્તારમાં કચરાના ડુંગર છે, જ્યાં છેલ્લા ચાર દાયકાથી શહેરનો 1 કરોડ 25 લાખ મેટ્રિક ટન કરતા વધુ કચરો એકઠો થયો છે. અત્યારે અહીં 85 એકર પૈકી 35 એકર જમીનમાંથી કચરો સાફ કરવામાં આવ્યો છે.

ટ્રોમીલ મશીન કચરાને અલગ પાડે છે

રોડ ટ્રીટ ટ્રોમીલ મશીન સાઇટ પર કાર્યરત છે. આ મશીનની મદદથી કચરામાંથી માટી, કાપડ, પ્લાસ્ટિક, લોખંડ, લાકડું સહિતની ચીજોનું પૃથક્કરણ કરવામાં આવે છે. આ મશીનની મદદથી કચરાનો ભુક્કો કરીને તેને ખાતર જેવું બનાવી દેવામાં આવે છે.

કચરામાંથી નીકળતી માટીનો ધોલેરા અને અન્ય પ્રોજેક્ટમાં ઉપયોગ

પિરાણા ખાતે કચરાના નિકાલમાંથી 70 ટકા માટી નીકળી રહી છે. આ માટીનો ઉપયોગ ધોલેરા પ્રોજેકટ અંતર્ગત બની રહેલા હાઇવેમાં થઇ રહ્યો છે. તે સિવાય સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ-2 અને સાબરમતી ગાંધી આશ્રમની રિડેવલપમેન્ટ કામગીરીમાં પણ પિરાણાથી માટી મોકલવામાં આવી રહીછે. આ માટીની ઉપલબ્ધિ કરાવવાથી કોર્પોરેશનને આવક પણ ઉભી થઇ છે.

પિરાણાની કામગીરી દેશ માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ

પિરાણા સાઇટની કામગીરીની દેશભરમાં પ્રશંસા થઇ રહી છે. તાજેતરમાં કેરળથી આવેલા પ્રતિનિધિઓએ પણ આ સાઇટની મુલાકાત લીધી હતી. જે ધોરણે કામગીરી થઇ રહી છે, તેનાથી તેઓ પ્રભાવિત થયા હતા. આ પહેલા પણ હૈદરાબાદ, પૂણે, ફરીદાબાદ, કોલકાતા અને કોયંબતૂરથી પ્રતિનિધિ અહીં આવીને કામગીરી જોઇ ચૂક્યા છે.

બોપલ-ઘુમા ડમ્પ સાઇટ છ મહિનામાં સાફ કરવામાં આવી

બોપલ-ઘુમા ડમ્પ સાઇટ દસ વર્ષથી અસ્તિત્વમાં હતી જ્યાં 2.5 લાખ મેટ્રિક ટન જેટલો કચરો એકઠો થયો હતો. કોર્પોરેશને જુલાઇ 2020માં 1000 ટન પ્રતિ દિવસની પૃથક્કરણ ક્ષમતા ધરાવતા મશીનો સાથે અહીં કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ છ મહિનામાં આ સાઇટને સાફ કરીને ૬ એકર જગ્યા ખૂલ્લી કરવામાં આવેલ છે. અત્યારે અહીં ઇકોલોજીકલ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું

વાંચો અહીં રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૫ તાલુકાઓમાં વરસાદ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે