92 MPs :  સંસદમાં અત્યાર સુધી 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા

0
150
92 MPs
92 MPs

92 MPs :  લોકસભા બાદ રાજ્યસભામાં આજે 45 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બધા સાંસદોને લોકસભામાં થયેલી સુરક્ષા ચૂકને લઈને હંગામો કરવા પર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પહેલા લોકસભામાં 33 સાંસદો સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પાછલા સપ્તાહે પણ લોકસભામાંથી 14 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ રીતે શિયાળુ સત્રમાં અત્યાર સુધી કુલ 92 (92 MPs) સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

GBm5vASboAA1HD2

આજે (18 ડિસેમ્બર) સંસદના શિયાળુ સત્રનો 11મો દિવસ છે. સંસદના બંને ગૃહમાંથી આજે 78 સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા. વાસ્તવમાં સંસદમાં સુરક્ષા ચૂકને લઈને સતત ચોથા દિવસે લોકસભામાં હોબાળો થયો હતો. સ્પીકરે હોબાળો કરનારા લોકસભાના 33 અને રાજ્યસભાના 45 સાંસદને સસ્પેન્ડ કરી દીધા (92 MPs). લોકસભામાં સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં નેતા અધીર રંજન ચૌધરી સહીત કોંગ્રેસના 11 સાંસદ, તૃણમૂલ કોંગ્રેસના 9, ડીએમકેના 9 અને અન્ય પક્ષોના 4 સાંસદ સામેલ છે.

આ પહેલાં 14 ડિસેમ્બરે 13 સાંસદને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.  લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે ​​ગૃહમાં કાર્યવાહી શરૂ થતાં જ 15 મિનિટનું ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે આ ઘટના પર રાજનીતિ થઈ રહી છે. હંગામો વધતાં ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. બાદમાં બપોરે 2 વાગ્યા સુધી અને પછી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી હતી.

મોદી સરકાર સંસદ પર હુમલો કરાવી રહી છે : ખડગે


કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સાંસદોના સસ્પેન્શનને લોકશાહી પર હુમલો ગણાવ્યો હતો. પહેલા ઘૂસણખોરોએ સંસદ પર હુમલો કર્યો. હવે મોદી સરકાર સંસદ અને લોકશાહી પર હુમલો કરી રહી છે. નિરંકુશ મોદી સરકારમાં 47 સાંસદને સસ્પેન્ડ કરીને લોકતાંત્રિક ધોરણોને ડસ્ટબિનમાં ફેંકવામાં આવી રહ્યા છે. અમારી માગ છે કે ગૃહમંત્રી અમિત શાહે આ મુદ્દે બંને ગૃહમાં નિવેદન આપવું જોઈએ અને તેના પર ચર્ચા થવી જોઈએ.

GBnGL13WMAAZz4t

92 MPs : સસ્પેન્ડ કરવા મુદ્દે ખડગેએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને લખ્યો પત્ર

કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને પત્ર લખ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે ટીએમસી સાંસદ ડેરેક ઓ’બ્રાયનનું સસ્પેન્શન હટાવવું જોઈએ. આવું કરવું સંસદીય પરંપરાનું ઉલ્લંઘન છે. ડેરેક સહિત 14 સાંસદ (13 લોકસભા અને એક રાજ્યસભા), 14 ડિસેમ્બરે સમગ્ર સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

GBoNeOFaUAAX2oz

આ સાંસદોને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા (92 MPs)

રાજ્યસભાના જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં પ્રમોદ તિવારી, જયરામ રમેશ, ડૉક્ટર અમી યાજ્ઞિક , નારણભાઈ જે રાઠવા, સૈયદ નાસિર હુસૈન, ફૂલો દેવી નેતામ, શક્તિસિંહ ગોહિલ, કેસી વેણુગોપાલ, રજની અશોકરાવ પાટીલ, રણજીત રાજન, ઈમરાન પ્રતાપગઢી, રણદીપ સુરજેવાલા, સુખેન્દુ શેખર રે, મોહમ્મદ નદીમુલ હક, અબીર રંજન બિસ્વાસ, શાંતનુ સેન, મૌસમ નૂર, પ્રકાશ ચિક બેરેક, સમીરુલ ઈસ્લામ, એમ શન્મુગમ, એનઆર ઈલાન્ગો, કનિમોઝી, આર ગિરિરાજન, મનોજ કુમાર ઝા, ડૉ. ફૈયાઝ અહેમદ, ડૉ. શિવ સદન, રામનાથ ઠાકુર, અનિલ પ્રસાદ હેગડે, વંદના ચવ્હાણ, પ્રો. રામ ગોપાલ યાદવ, જાવેદ અલી ખાન, મહુઆ માજી, જોસ કે મણિ, અજીત કુમાર ભુયાન સામેલ છે. 

લોકસભામાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદોના નામ   (92 MPs)

કલ્યાણ બેનર્જી, એ રાજા દયાનિધિ મારન, અપરૂપ પોદાર, પ્રસૂન બેનર્જી, ET મોહમ્મદ બશીર, જી સેલવલમ અન્નાદુરાઈ,  ટી સુમતિ, અધીર રંજન ચૌધરી, કે નવસ્કામી,  કે રવિરાસ્વામી,  પ્રેમ ચંદ્રન,  શતાબ્દી રોય, સૌગતા રોય, આસિથ કુમાર, કૌશલેન્દ્ર કુમાર એન્ટની,  એન્ટની પલ્લી મણિકમ, સન મુરદલ કુમાર, સન મણિ કુમાર, કુમાર એન્ટોની,   મણિલાલ કૌશલેન્દ્ર, કુમાર પ્રૌઢ સનના નામ સામેલ છે.  

તમે આ પણ વાંચી શકો છો

GUJRAT ILLNESS  : ગંભીર બીમારીથી કંટાળી દરરોજ ૪થી ૫ દર્દીના આપઘાત