ગુજરાતમાં કોરોનાના નવા ૮૮ કેસ નોંધાયા

0
51

અમદાવાદમાં સૌથી વધુ નવા ૨૫ કેસ

ગુજરાતમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે, જેના કારણે જનતાને ખૂબ જ રાહત મળી છે. નવી યાદી પ્રમાણે, ગુજરાતમાં કોરોનાના નવા 88 કેસ નોંધાયા છે, જયારે 180 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં હાલ કુલ 854 એક્ટિવ કેસ છે, જ્યારે 6 દર્દી વેન્ટીલેટર પર છે અને 748 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે.રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો દર 99.08 ટકા છે. નવી યાદી પ્રમાણે, અમદાવાદમાં 25, સુરતમાં 13 , વડોદરામાં 10, જયારે વલસાડમાં 6 કેસ નોંધાયા છે.