ગુજરાત રોકાણકારો માટે બન્યું “બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ”
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વધુ 8 MOU
ગાંધીનગર ખાતે રુપિયા 7460 કરોડના રોકાણ માટે 8 MOU
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪નાં પૂર્વાર્ધ રૂપે MOU
શહેરી વિકાસ વિભાગ અને 8 રિયલ એસ્ટેટ ડેવલપર્સ વચ્ચે MoU
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રુપિયા 7460 કરોડના રોકાણ માટે 8 MOU થયા હતા. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪નાં પૂર્વાર્ધ રૂપે દર સપ્તાહે વિવિધ ઉદ્યોગકારો સાથે MoU કરવામાં આવે છે જે અંતર્ગત શહેરી વિકાસ વિભાગ અને 8 જેટલા રિયલ એસ્ટેટ ડેવલપર્સ વચ્ચે MoU થયા હતા. આ MOU અંતર્ગત પ્રોજેક્ટસ શરુ થતાં અંદાજે 4750 જેટલા લોકોને રોજગાર ઉપલ્બધ થશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આગામી જાન્યુઆરી-૨૦૨૪ માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦ મી સીરીઝનાં પ્રારંભ પૂર્વે જ વિવિધ ઉદ્યોગ જુથો સાથે MoUનો ઉપક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વેગવંતો બન્યો છેરાજ્ય સરકારે પ્રતિ સપ્તાહ આવા MoU વિવિધ ઉદ્યોગો સાથે કરવાનો જે સિલસિલો શરૂ કર્યો છે તેમાં અત્યાર સુધીમાં ૩૯ MoU રૂ. ૧૮,૪૮૬ કરોડના સંભવિત રોકાણો માટેના થયા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આ શૃંખલામાં આગળ વધતા રાજ્યમાં સ્માર્ટ એન્ડ સસ્ટેઇનેબલ સિટી ડેવલપમેન્ટ અંતર્ગત શહેરી વિકાસ વિભાગે પણ વાઇબ્રન્ટ સમિટ પૂર્વાર્ધ રૂપે રિયલ એસ્ટેટ ડેવલપર્સ સાથે મહત્વપૂર્ણ MoU આ સપ્તાહે યોજયેલી કડીમાં કર્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ૮ જેટલા ડેવલપર્સ દ્વારા રાજ્યના અમદાવાદ, વડોદરા અને સુરત મહાનગરમાં કોમર્શિયલ પ્રોજેક્ટસ, કોમર્શિયલ એન્ડ રેસીડેન્સીયલ પ્રોજેક્ટસ માટે કુલ રૂ. ૭૪૫૯.૬૮ કરોડના MoU શહેરી વિકાસ વિભાગ સાથે કરવામાં આવ્યા છે.આ પ્રોજેક્ટસ પર સત્વરે કામ શરૂ થશે અને સંભવત ૨૦૨૬ થી ૨૦૨૮ સુધીમાં પૂર્ણ થશે એટલું જ નહિ તેમાં અંદાજે ૪,૭૫૦ જેટલા લોકોને રોજગાર અવસર મળવાની સંભાવના છે.
વાંચો અહીં મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર સાધ્યું નિશાન