ટોંગામાં ૭.૬ અને અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં ૪.૫ની તીવ્રતાનો ભૂકંપ!

0
71

સદનસીબે કોઇપણ પ્રકારની જાનહાનિ નહીં

દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં સ્થિત ટાપુ ટોંગામાં ૭.૬ની તીવ્રતાનો ભયાનક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ભૂકંપ ટોંગાના હિહિફોથી 95 કિ.મી પશ્ચિમ ઉત્તર-પશ્ચિમમાં આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર જમીનની ૨૧૦.૧ કિ.મીની ઊંડાઈ પર નોંધાયું હતું. જોકે, સદનસીબે આ ભૂકંપના કારણે હાલ સુધીમાં કોઇપણ પ્રકારની જાનહાનિ થઇ હોવાના અહેવાલ સામે આવ્યા નથી. આ ઉપરાંત, અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં પણ 4.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.