ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું આણંદ જિલ્લાનું  60.21% પરિણામ

0
74

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ  જાહેર થયું છે. જેમાં આણંદ જિલ્લાનું  કુલ પરિણામ 60.21% જાહેર થયું છે.બોર્ડની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં કુલ 4,169 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 4,161 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આણંદ જિલ્લામાં એ વન ગ્રેડમાં માત્ર એક જ વિદ્યાર્થીનો સમાવેશ થયો છે. જ્યારે A2 ગ્રેડમાં 3 બી વનમાં 172 B2માં 335 C1 માં 654 c2માં 913 Dમાં 391 ઇવન ગ્રેડમાં 8 જ્યારે 1662 વિદ્યાર્થીઓનું રિઝલ્ટ નીડ ફોર ઇમ્પ્રુવમેન્ટ આવતા જિલ્લાનું કુલ રિઝલ્ટ 60.21% જાહેર થયું છેઆણંદમાં પ્રથમ ક્રમાંકે ખંભાતના વિદ્યાર્થી તિવારી ઓમ પ્રકાશ વિનયકુમાર એ વન ગ્રેડમાં 99.99 ટકા સાથે પ્રથમ આવ્યો છે. જ્યારે જિલ્લામાં આણંદની ચરોતર ઇંગ્લીશ મીડીયમ સ્કુલની પટેલ હેતવી પંકજકુમાર 99.80 પર્સન્ટાઇલ અને 89.57 ટકા સાથે a2 ગ્રેડ મેળ મળ્યો છે સ્કૂલના ભાટિયા નિસર્ગ મનીષકુમાર 99.52 અને 88.31% સાથે A2 ગ્રેડ મળ્યો છે.બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જ વહેલી સવારથી વાલીઓ અને વિદ્યાર્થીઓ ઇન્ટરનેટ પર પરિણામ જોવા ઊમટી પડ્યા હતા. પરિણામ જાહેર થતાંની સાથે કંઈ ખુશી કંઈ ગમ જો માહોલ જોવા મળ્યો હતો.ગુજરાતી માધ્યમમાં આણંદની    ડી .એન હાઇસ્કુલ ની વિદ્યાર્થીની મીરા  શર્મા એ. 94.4% મેળવીને સ્કૂલમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો..વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ