હિમાચલમાં અત્યાર સુધીમાં વરસાદને કારણે 428ના મોત

0
148
હિમાચલમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં 428 લોકોના મોત થયા છે
હિમાચલમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં 428 લોકોના મોત થયા છે

હિમાચલમાં અત્યાર સુધીમાં વરસાદને કારણે 428ના મોત

હિમાચલમાં 2611 ઘરો ધરાશાયી

હવામાન વિભાગે ભારે પવન અને ગાજવીજ સાથે વાવાઝોડાની આગાહી કરી

ભારે વરસાદ અને વાવાઝોડાને પગલે અનેક જિલ્લાઓમાં એલર્ટ

હિમાચલમાં બે સપ્તાહથી નબળું પડેલું ચોમાસું ફરી સક્રિય થશે. ચોમાસું સક્રિય થતાં રાજ્યના મેદાની વિસ્તારના લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે. હવામાન વિભાગે આજથી 17 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં તોફાન અને ભારે વરસાદનું યલો એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી આવી ચેતવણીએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે.રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તેમજ વાવાઝોડાની આગાહી થતા તે લોકોની ચિંતામાં વધારો કર્યો છે જેના ઘરો ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયા હતા. રાજ્યમાં આ પહેલા થયેલા વરસાદને કારણે લગભગ 11 હજારથી વધુ ઘરો ક્ષતિગ્રસ્ત થયા છે તેમજ 2611 ઘરો ધરાશાયી થયા છે. રાજ્યમાં ભારે વરસાદથી અત્યાર સુધીમાં 428ના મોત થયા છે જ્યારે 70 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં પાલમપુરમાં 57, નાહનમાં 44 અને પાવંટા સાહિબમાં 17 મિમી વરસાદ થયો છે. આજથી કેટલાક જિલ્લાઓમાં ચોસાસાની અસર જોવા મળશે. 

રાજ્યમાં બે NH સહિત 70 રોડ બંધ

રાજ્યમાં અગાઉ થયેલા ભારે વરસાદને પગલે બે નેશનલ હાઈવે સહિત કુલ 70 રસ્તાઓ બંધ છે જ્યારે 250થી વધુ બસોના રુટ છેલ્લા બે મહિનાથી બંધ છે. આ બે મહિનાઓમાં પ્રદેશના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય શિમલામાં 10, કુલ્લુમાં 18 રસ્તાઓ વાહનવ્યવહાર બંધ છે તેમજ 33 ટ્રાન્સફોર્મર ઠપ થતા પાવર કટની સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ