૪૨ લેઉવા પાટીદાર સમાજની બહેનોનો મોટો નિર્ણય

0
169

બિનજરૂરી ખર્ચાળ પ્રથાઓ બંધ કરવાનો નિર્ણય

ગુજરાતમાં ૪૨ લેઉવા પાટીદાર સમાજે બિનજરૂરી ખર્ચાળ પ્રથાઓ બંધ કરવા મોટો નિર્ણય લીધો છે. લેઉવા પાટીદાર સમાજની બહેનોએ હલ્દીરસમ, પ્રિ-વેડિંગ શૂટ, રિસેપ્શન, બેબી શાવર અને શુભ-અશુભ પ્રસંગે કવર આપવાની પ્રથા બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે 28 મે ના રોજ પાટણમાં સભા યોજી સમાજ સુધારા ચળવળ અંગે અંદાજે 3 હજાર બહેનો શપથ લેશે. 42 લેઉવા પાટીદાર સમાજના બંધારણમાં લગ્નપ્રસંગે જાનને એક જ રાત રોકવી, જાનને 2 ટંક જમાડીને વિદાય આપવી, મામેરામાં રૂપિયા 1થી 1 હજાર 51 સુધીની રકમ અને દાગીના મૂકવા, જાનમાં બેન્ડબાજા સદંતર બંધ કરવા, લગ્નપ્રસંગે કન્યાઓના વરઘોડા બંધ કરવા, લગ્નપ્રસંગે ફટાણાના બદલે માત્ર શાસ્ત્રીય ગાણાં ગાવા, મરણ પાછળ અગિયારમું, બારમું અને તેરમું બંધ કરી માત્ર એક જ દિવસે લોકાચારે જવું, મરણ જનારની પાછળ સજા ભરવાનું સદંતર બંધ કરવું અને મરણ પાછળ મહિલાઓએ વાળ છૂટા કરી છાજિયા લેવાનું સદંતર બંધ કરવા જેવા સુધારા કરવામાં આવ્યા છે.