રથયાત્રામાં પ્રસાદ માટે ક્યાં બનાવાયો 40 ટન શીરો !

0
189

દેશભરમા એક તરફ રથયાત્રાની તૈયારી ચાલી રહી છે તો વડોદરામાં ભક્તો માટે ખાસ શુદ્ધ ધીનો 40 ટન શીરો તૈયાર કરાયો છે, જેની તૈયારી વડોદરા ઇસ્કોન મંદીરે કરી છે, આ 40 ટન શીરો બનાવવાની કવાયત ચાલી રહી છે, ભક્તો માટે ખાસ મહાપ્રસાદ તૈયાર કરવામાં માટે એક મહિનાથી મહેનત છે, 40 ટન શીરો બનાવવા માટે સામગ્રી પણ એટલ જ ભેગી કરાઇ છે,

દર વર્ષની જેમ આ વર્ષે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. જેને લઈને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. સાથે સાથે મંદિરના પાછળના ભાગમાં પ્રસાદની પણ પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે.

મંગળવારે વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્ર નગરચર્યાએ નીકળશે. ત્યારે તેમના દર્શનાર્થે આવનારા તમામ ભક્તોને પ્રસાદી આપવા માટે ઈસ્કોન મંદિરના પાછળના ભાગે હાલ પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈસ્કોન મંદિર ખાતે 32 ટન શીરો બનાવવામાં આવી રહ્યો છે. હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોવાથી 32 ટન શીરાનો પ્રસાદ હાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનિય છે કે , રથયાત્રા પૂર્ણ થયા બાદ મંદિર ખાતે સાંજના સમયે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન દર વર્ષે કરવામાં આવતું હોય છે. ત્યારે ભગવાનની આ કામગીરીમાં યુનિવર્સિટીના ABVP ગ્રુપના કાર્યકરો જોડાયા છે. ABVP ગ્રુપના કાર્યકરો સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ અલગ સંસ્થાના લોકો આ સેવામાં જોડાયા છે. હાલ સમગ્ર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે.

આગેવાનોએ જણાવ્યુ  છે કે, ઈસ્કોન મંદિર માટે તૈયારી કરવી એકદમ સરળ વાત છે. સોમવારે અહીં 35થી 40 ટન જેટલો શીરો અહીં બનાવવામાં આવી રહ્યો છે. ખાલી રથયાત્રાની અંદર પ્રસાદી તરીકે લોકોમાં વહેંચવામાં આવશે. વડોદરા શહેરના વાસીઓને કાલે રથયાત્રામાં જોડાવા અને પ્રસાદ લેવા માટે સ્વાગત છે.

આ અંગે મંદિરના મહંત જણાવે છે કે, ભગવાન જગન્નાથની યાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રસાદ જે રથ પાછળ ચાલશે તે અહીં તૈયાર થઈ રહ્યો છે. આ પ્રસાદ શહેરવાસીઓ, જે લોકો રથ ખેંચશે, ભગવાનની યાચના કરશે તેમની માટે છે. આજે સાંજ સુધી પ્રસાદી તૈયાર કરવામાં આવશે. જે બાદ રાત્રિના સમયે ભંડારાની તૈયારીઓ શરૂ કરવામાં આવશે.