ગુજરાતમાં થી 40 હજાર મહિલાઓ ગાયબ !

0
66

એક તરફ કેરળા સ્ટોરી ફિલ્મની ચર્ચા એટલા માટે થઇ રહી  કે તેમા 32 હજાર મહિલાઓ ગાયબ થઇને લવ જેહાદનો હિસ્સો બની ગયા હોવાની વાત છે, આ ફિલ્મનો પીએમ નરેન્દ્રમોદી જોર શોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે,, ત્યારે તેમના જ ગૃહ રાજ્ય ગુજરાતમાં છેલ્લા પાચ વરસમાં 40 હજાર મહિલાઓ ગાયબ થઇ છે તેવો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે,  ત્યારે ગુજરાતના નેશનલ ક્રાઈમ રિકોર્ડ બ્યુરોનાં આંકડા પ્રમાણે વર્ષ 2016માં 7105 મહિલાઓ ગુમ થઈ હતી. જ્યારે 2017 માં 7712, વર્ષ 2018માં 9246, વર્ષ 2019માં 9268 મહિલાઓ ગુમ થઈ હતી. વર્ષ 2020 માં 8290 મહિલાઓ લાપતા થયા હોવાના સમાચાર છે. જ્યારે પાંચ વર્ષમાં તેની કુલ સંખ્યાનો આંકડો  41621 સુધી પહોચી  ગયો હતો.તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના હોવાથી આ વાત ખૂબ જ ગંભીર માનવામાં આવી રહી છે. કેમકે છેલ્લા 25 વર્ષથી અહી ભાજપાની સરકારનું શાસન છે.

વધુ સમાચાર માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબ સાઇટ