રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત

    0
    233

    રાજ્યમાં વરસાદને લઈને વધુ એક આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. જેને લઈને જગતનો તાત ચિંતામાં છે. 4,5 અને 6 એપ્રિલની વરસાદની આગાહીને કારણે વધુ એક સંકટની શક્યતા જોવા મળી રહી છે. આ વરસાદ ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાત, સુરેન્દ્રનગર, સુરત, તાપી, ડાંગ, ભાવનગર, મોરબીમાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 7 એપ્રિલ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી જોવા મળી રહી છે. આ સિવાય ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ રહેશે.