HomeBreaking Newsગુજરાતમાં કોરોનાના નવા ૩૨૮ કેસ

ગુજરાતમાં કોરોનાના નવા ૩૨૮ કેસ

અમદાવાદમાં સૌથી વધુ નવા ૯૬ કેસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં વધઘટ યથાવત છે. નવી યાદી મુજબ,  ગુજરાતમાં કોરોનાના નવા ૩૨૮ કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ ૯૬ કેસ નોંધાયા છે, જયારે વડોદરામાં નવા ૪૩ કેસ સામે આવ્યા છે. ત્યારબાદ મોરબીમાં ૨૩, સુરતમાં ૪૧, મહેસાણામાં ૨૬, ગાંધીનગરમાં ૨૨ કેસ, સાબરકાંઠામાં ૧૨ કેસ,જયારે રાજકોટ-વલસાડમાં ૧૧-૧૧ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં હાલ ૧૨ લોકો વેન્ટીલેટર પર છે, જયારે ૨૧૪૩ દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં હાલ કોરોનાથી સાજા થવાનો દર ૯૮.૯૭ ટકા છે. નવી યાદી પ્રમાણે વધુ ૩૧૫ લોકો ડીસ્ચાર્જ થયા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments