31st party :   લો બોલો ગુજરાતમાં પણ દારૂના ભાવ વધ્યા !! આટલો મોંઘો મળી રહ્યો છે દારૂ

0
202
31st party
31st party

31st party :  31st ડીસેમ્બરે dj પાર્ટી કરી નવા વર્ષને હર્ષોઉલ્લાસથી વધાવા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, નવું વર્ષ ૨૦૨૪ દરવાજે આવીને ઉભું છે, આજકાલ 31st એટલે dj પાર્ટીની સાથે સાથે વ્યસન કરવાનો દિવસ બની ગયો છે, એક અંદાજ મુજબ સૌથી વધુ દારૂનું સેવન 31st december અને 1 january ના દિવસે વધુ કરાય છે, આમ તો ગુજરાત દારૂની વાતમાં કાગળ પર તો ડ્રાય સ્ટેટ છે, પરંતુ ગુજરાતમાં તો અન્ય રાજ્યની સરખામણીએ આસાનીથી દારૂ મળી જાય છે. જોકે આ વખતે 31st partyને લઈને  પોલીસ વધુ સક્રિય અને કડક બનતી જોવા મળી રહી છે, જેને લઈને આ વર્ષે ગુજરાતમાં દારૂના ભાવ વધી જવા પામ્યા છે.     

31 st daru

        

31st party :  31 ડિસેમ્બરને લઇને શહેર પોલીસે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. નવા વર્ષની ઉજવણીમાં છેડતીબાજ, નશાખોરો અને ડ્રગ્સની પાર્ટી પર તવાઇ બોલાવવામાં આવશે. તે માટે શહેર પોલીસે એક્શન પ્લાન ઘડી દીધો છે. પોલીસના આ એક્શન પ્લાન વચ્ચે હવે બુટલેગરોએ પણ પોલીસની ધોંસથી કંટાળી ઉંચા ભાવે દારૂ વેચવાનું શરૂ કરી દીધું હોવાની ચર્ચા છે. બુટલેગરોએ 1200, 1500થી માંડી 3500ની કિંમતે દારૂની બોટલો વેચવાનું શરૂ કર્યું છે. હોમ ડિલિવરી માટે ત્રણ ઘણા ભાવ હોવાનું  જાણવા મળ્યું છે.  

31 st party

31મી ડિસેમ્બરની રાત્રે પશ્ચિમ કે પૂર્વ વિસ્તારોમાં પાર્ટીઓ યોજાશે, જેને લઇને પોલીસ સજ્જ રહેશે. પશ્ચિમ વિસ્તારમાં વાત કરીએ તો પોલીસે આઇડેન્ટીફાય કરેલા વિસ્તારમાં ખાસ ધ્યાન રખાશે. એક તો એસજી હાઇવેના પટ્ટા પર અને બીજો સીજી રોડ તથા સિંધુભવનની આસપાસનો વિસ્તાર, સાથે-સાથે કોઇ હાઇપ્રોફાઇલ દારૂ કે અન્ય નશાકારક પાર્ટી યોજાશે તો તેની પર પણ પોલીસ બાજ નજર રાખશે. ત્યારે પૂર્વ વિસ્તારની વાત કરીએ તો પૂર્વ વિસ્તારમાં ભલે ડીજે પાર્ટી નથી યોજાતી પણ ત્યાં લોકો રોડ પર નીકળીને વાહનો લઇને ઉજવણી કરતા હોય છે. જેને લઇને પૂર્વની પોલીસે પણ પોતાનો એક્શન પ્લાન ઘડી નાખ્યો છે.

સવારથી જ પોલીસ રોડ પર તહેનાત રહશે. પોલીસ સતત રાત સુધી પેટ્રોલિંગ કરશે. પોલીસે કેટલાક એવા સ્પોટ પણ આઇડેન્ટીફાઇ કર્યા છે જ્યાં રેવ પાર્ટી, દારૂની પાર્ટી અને ડ્રગ્સનું દુષણ હોય. આવી જગ્યાએ પોલીસ ખાસ ખાનગી વેશમાં વોચ રાખી કોઇપણ પ્રકારનું દુષણ ન થાય તે માટે અલગ-અલગ ટીમોને એલર્ટ રાખશે.

31st december 1

31st party  :  800માં મળતી દારૂની બોટલના 1200 રૂપિયા

આ સાથે જ તો આ વખતે સ્થાનિક પોલીસ તથા સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમોએ એક બાદ એક મોટા પ્રમાણમાં દારૂના જથ્થા સાથે આરોપીઓની ધરપકડ કરતા બુટલેગરો પણ થરથર કાંપી રહ્યા છે. લોકોને દારૂ પહોંચાડવા માટે બુટલેગરોએ ભાવ આસમાને કરી દીધા છે. સૂત્રોનું માનીએ તો 800 રૂપિયામાં મળતી દારૂની બોટલના 1200 રૂ., તો 1200 કે 1500 રૂપિયામાં મળતી દારૂની બોટલના 1800થી 2200 રૂપિયા, તો 2000 કે 2500માં મળતી સ્કોચ દારૂની બોટલના 3 હજારથી 3500 રૂ, 300 રૂપિયાની બિયરના 500થી 600 રૂપિયા ભાવ બુટલેગરો દારૂ સેવન કરનાર વ્યક્તિઓ પાસેથી વસુલી રહ્યા હોવાનું સામે આવ્યું છે. હોમ ડિલિવરી માટે ત્રણ ગણો ભાવ હોવાનું પણ સામે આવ્યું છે. આ ભાવ અત્યારે દારૂ પીનાર લોકો બુટલેગરને આપી રહ્યા છે.  

તમે આ પણ વાંચી શકો છો

31st december :  અમદાવાદમાં 31st party નું શાનદાર આયોજન. આવી પાર્ટી ક્યાંય નહિ જોઈ હોય.