૩૦ કુતરા મળીને ૪ વર્ષના બાળક પર હુમલો કર્યો જેમાં ૪૦ ટાંકા આયા

1
165
૩૦ કુતરા બાળક હુમલો
૩૦ કુતરા મળીને ૪ વર્ષના બાળક પર હુમલો કર્યો જેમાં ૪૦ ટાંકા આયા

આજકાલ દેશના અલગ અલગ જગ્યાએથી હડકાયેલા કુતરાઓના બનાવ વધતા જોવા મળી રહ્યા છે.જેમાં એક નવો બનાવ સામે આવ્યો છે, હરિયાણાના હિસાર જીલ્લામાં ચાર વર્ષનો બાળક રમતો હતો અને રખડતા કુતરા ઓના ઝુંડએ બાળક પર હુમલો કર્યો જેમાં કુતરાઓએ ૩૦ બાચકા ભર્યા છે તેવું વિગતમાં જાણવા મળી રહ્યું છે.આમાં બાળકને એટલી ખરાબ રીતે બાચકા ભર્યા છે કે બાળકને ૪૦ ટાંકા આવ્યા.અને એના ગુપ્તાંગ પર પણ નિશાન જોવા મળ્યા છે.બાળકની સારવાર હોસ્પીટલમાં ચાલુ છે પણ બાળક ઘટના પછી આઘાતમાં આવી ગયું છે.અને પરિવારને એના છોકરાની ઝીંદગીની ચિંતા થઇ રહી છે.

જોવા જઈએ તો આ બનાવ રાવલવાસ કલા ગામનો છે.૪ વર્ષનો બાળક પોતાના મિત્રો સાથે શેરીમાં રમી રહ્યો હતો.ત્યારે જ ૩૦ જેટલા રખડતા કુતરા ઓના ઝુંડએ એના પર હુમલો કરી દીધો અઢી ડજનથી વધારે કુતરાઓ માંડીને બાળક ના શરીર પર બાચકા સાથે હુમલો કરી દીધો.છોકરા અને તેના સાથે રમતા બીજા બધા બીમો પાડવા લાગ્યા અને ગામના લોકો દોડીને આવ્યા અને ગમેતેમ કરીને બાળકને કુતરાઓથી બચાવ્યો.પણ છોકરો ત્યાં સુધી ખરાબ રીતે ઘાયલ થઇ ગયો હતો.છોકરાનો પિતા સંદીપ ગામના અન્ય લોકોની સાથે મળીને દવા માટે હિસ્સારના સામાન્ય હોસ્પિટલ લઈને પોહચી ગયા.

૪૦ ટાંકા અને ગુપ્તાંગમાં પણ નિશાન

બાળકના માથાના ભાગમાં ૪૦ ટાંકા આવ્યા છે અને ગંભીર રીતે ઘાયલ થયો છે.એવું જાણવા પણ મળ્યું છે કે તેના પ્રાઇવેટ પાર્ટ પર પણ ઘાયલ થયો હોય એના નિશાન જોવા મળ્યા છે.બાળકની સારવાર ચાલુ છે.એવામાં આ ઘટના પછી ગામમાં રખડતા કુતરાઓની બીક વધી ગઈ છે.બાળકની ઝીંદગી બચી ગઈ એ મહત્વનું છે તેવું પરિવારનું કહેવું છે.

૩૦ કુતરા બાળક હુમલો
૩૦ કુતરા બાળક હુમલો

ગામના સરપંચએ જીલ્લા પ્રશાશનને પત્ર

ગામના સરપંચનું કેહવું છે કે આ ઘટનાને સંબંધમાં જીલ્લા પ્રશાસનને પત્ર લખવામાં આવ્યો છે.ગામમાં રખડતા કુતરાઓનો ત્રાસ વધારે છે.થોડા સમય પેહલા ગામના આ કુતરાઓએ એક બાળકી પર હુમલો કર્યો હતો જેના લીધે હાલ કુતરાઓનો દર ગામમાં વધવા લાગ્યો છે.પ્રશાસન આના માટે જરૂર પડતા પગલા જલ્દી લે તેવી માંગ કરી છે અને આ ત્રાસ માંથી જલ્દીથી છુટકારો મળે.

વધુ સમાચાર જોવા માટે જોતા રહો વી.આર.લાઇવ ચેનલ અને વેબપોર્ટલ

વધુ હરિયાણાના સમાચાર જોવા માટે અહિયાં ક્લિક કરો

1 COMMENT

Comments are closed.