મધ્યપ્રદેશના ત્રણ જિલ્લામાં 3.6ની તિવ્રતાનો ભૂકંપ    

0
168

મધ્યપ્રદેશના ત્રણ જિલ્લામાં રવિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રવિવારે જબલપુર, ઉમરિયા અને પચમઢીમાં ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સવારે 11 વાગ્યે આંચકા અનુભવાયા હતા અને રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર પચમઢીથી 218 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં હતું. આ કેન્દ્ર જમીનની અંદર 23 કિમીની ઊંડાઈએ હતું.જબલપુરના કુંડમ, પનાગર, ચંદિયા, શાહપુરા અને ઉમરિયામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે હાલમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી નથી. આ પહેલા ગ્વાલિયરમાં ભૂકંપ નોંધાયો હતો, જ્યારે થોડા સમય પહેલા ઈન્દોરમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.