ગુજરાતમાં એન્ટીબાયોટીક દવાની માંગ વધી
માંગ વધતાં દવાના ભાવમાં થયો વધારો
ફરી દવાઓની માંગમાં વધારો થયો છે. દવાઓની માંગમાં વધારો થતાં ભાવમાં 35થી 40 ટકાનો વધારો નોંધાયો છે. એન્ટીબાયોટિક અને એન્ટીએલરઝિક દવાઓની માગ વધી રહી છે ત્યારે તેના ભાવમાં પણ ધરખમ વધારો કરાયો છે તેમજ વાયરલના કેસ વધતા લોકો ચિંતિત બન્યા છે. કફસીરપ તેમજ શરદી, ઉધરસ અને તાવની બીમારીની દવાઓની માંગમાં વધારો થયો છે.