હિમાચલના ખંતીલા ખેડૂત નેક રામ શર્માને મળ્યો પદ્મશ્રી એવોર્ડ

0
58
90ના દાયકાથી શરુ કર્યું રાસાયણિક મુક્ત ખેતી અભિયાન અને મળ્યો પદ્મશ્રી એવોર્ડ
હિમાચલ પ્રદેશના કારસોગના ખેડૂત નેક રામ શર્માને રાસાયણિક મુક્ત ખેતીના આધારે અનાજના સંરક્ષણ અને પ્રોત્સાહનના માપદંડને પૂર્ણ કરવા બદલ રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ખેતરોને રસાયણમુક્ત બનાવવા અને લુપ્ત થતા પરંપરાગત પાકોને પુનઃજીવિત કરવા માટે આ વ્યક્તિએ પોતાનું જીવન પર્યાવરણ સંરક્ષણ માટે સમર્પિત કર્યું છે. જંગલોને બચાવવાની ઝુંબેશથી માંડીને લુપ્ત થતી પરંપરાગત ખેતીને જાળવવાના જુસ્સાથી ગામના ખેડૂતનો પદ્મશ્રી એવોર્ડ વિજેતાઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે નેક રામ શર્માને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. નેક રામ શર્માની પદ્મશ્રી એવોર્ડ સુધી પહોંચવાની સફર 90ના દાયકામાં શરૂ થઈ હતી.