ભારતે 180 થી વધુ દેશોને COVID-19માં પૂરી પાડી દવાઓ અને રસી

0
64
વિશ્વ સ્વાસ્થ્ય દિવસ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આપી જાણકારી 
ભારતે COVID-19 મહામારી દરમિયાન દુનિયાભર કરી 
વિશ્વ સ્વાસ્થ્ય દિવસ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે 'વસુધૈવ કુટુંબકમ' ભારતની ધરોહર છે. ભારતે  COVID-19 રોગચાળા દરમિયાન 180 થી વધુ દેશોમાં દવાઓ અને રસી આપીને અમારી જવાબદારી પૂરી કરી છે. કેન્દ્રીય મંત્રી માંડવિયાએ જણાવ્યું હતું કે, "વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે હું સમગ્ર વિશ્વના સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવું છું. વસુધૈવ કુટુંબકમનો ખ્યાલ આપણો વારસો છે અને આ શ્રેણીમાં દેશ આરોગ્ય ક્ષેત્રે વિશ્વ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી રહ્યો છે.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી વિશ્વ સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે વોકથોનમાં ભાગ લેવા માટે દિલ્હીના વિજય ચોક પહોંચ્યા હતા. આ દરમિયાન મેડિકલ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફે વિજય ચોકથી નિર્માણ ભવન સુધી પદયાત્રા કરી હતી.