પાકિસ્તાનમાં લોટ માટે ભીડ બેકાબુ થતા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા

0
37
પાકિસ્તાનમાં લોટ માટે ભીડ બેકાબુ થતા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા
પાકિસ્તાની લોકો ખાવા માટે જોખમમાં મુકી રહ્યા છે જીવ
આર્થિક મંદીના અત્યંત ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં લોકો આસમાની મોંઘવારીથી પરેશાન છે. લોકો ખાવા માટે જીવ જોખમમાં મુકી રહ્યા છે. ઘણા શહેરોમાં લોટની લડાઈ ચાલી રહી છે. શનિવારે અહીં સરકારી યોજના હેઠળ મફત ઘઉંનો લોટ એકત્રિત કરવા માટે હયાતાબાદ ટાઉનશિપ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા લોકો પર પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. જેના જવાબમાં લોકોએ પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે જિલ્લા વહીવટીતંત્રે પોલીસ અને નાગરિક સંરક્ષણ સ્વયંસેવકોની મદદથી ભીડ અને લોટ વિતરણને નિયંત્રિત કર્યું.