આ દેશમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવો ભારે પડશે , જતા પહેલા જાણીલો નિયમ

0
119

ઈટાલીમાં અંગ્રેજી ભાષા બોલવા સામે કડક કાયદાની તૈયારી

અંગ્રેજીની બોલચાલની ભાષા સદીઓથી ઘણા દેશો પર રાજ કરી રહી છે. પરંતુ હવે એક દેશે અંગ્રેજી ભાષા બોલવા સામે કડક કાયદો ઘડવાની તૈયારી કરી લીધી છે. ઇટાલીમાં ઔપચારિક વાતચીત અથવા વ્યવસાયના સંબંધમાં નાગરિકોને અંગ્રેજી અથવા અન્ય કોઈપણ વિદેશી ભાષાનો ઉપયોગ કરવા માટે પ્રતિબંધિત કરવામાં આવશે. ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીના બ્રધર્સ ઑફ ઇટાલી પક્ષે નવો કાયદો રજૂ કર્યો છે જે સત્તાવાર સંદેશાવ્યવહારમાં કોઈપણ વિદેશી ભાષા, ખાસ કરીને અંગ્રેજીનો ઉપયોગ કરવા બદલ એક લાખ યુરો સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ દેશમાં બંધારણની કલમ 2 પ્રમાણે  જાહેર વસ્તુઓ અને સેવાઓના પ્રચાર અને ઉપયોગ માટે ઇટાલિયન ભાષાને ફરજિયાત બનાવશે અને જો અન્ય દેશની ભાષાનો ઉપયોગ કર્યો ઉંચો દંડ ભરવાની તૈયારી રાખવી પડશે.