2026 Holiday :વર્ષ 2026 માટે ગુજરાત સરકારની રજાઓ જાહેર: સરકારી કર્મચારીઓ અને બેંકોને મળશે અનેક લોંગ વીકેન્ડ; કુલ 23 જાહેર અને 33 મરજિયાત રજાઓ

0
139
2026 Holiday
2026 Holiday

2026 Holiday :ગુજરાત સરકારે વર્ષ 2026 માટે સરકારી કર્મચારીઓ તેમજ બેંકો માટેની સત્તાવાર રજાઓની જાહેરાત કરી દીધી છે. આ યાદી અનુસાર આ વર્ષે કુલ 23 જાહેર રજાઓ, 33 મરજિયાત રજાઓ (જેમાંથી મહત્તમ 3 પસંદ કરી શકાય) અને બેંકો માટે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ 18 રજાઓ નક્કી કરવામાં આવી છે.

2026 Holiday

દિવાળી, મહાશિવરાત્રિ અને પરશુરામ જયંતીની રજાઓ આ વર્ષે રવિવારે આવતા હોવાથી તેની બદલે વધારાની રજા આપવામાં આવશે નહીં. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જો જાહેર રજા રવિવારે આવે તો તેનું કંપનસેશન મળશે નહીં, સતત બે મરજિયાત રજા મંજૂર નહીં થાય અને આવશ્યક સેવાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને મરજિયાત રજા તાત્કાલિક મળશે નહીં.

2026 Holiday :લોંગ વીકેન્ડની ઉજવણીની તક વધુ

2026માં કુલ મળી અનેક લોંગ વીકેન્ડ જોવા મળશે.
વિશેષ કરીને જાન્યુઆરી, જૂન અને ડિસેમ્બર મહિનામાં સતત 3 દિવસની રજાઓ મળશે. ઉપરાંત એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે એક દિવસની રજા મૂકી દીધી જાય તો 5 વધારાના લોંગ વીકેન્ડ માણી શકાશે.

2026 Holiday :મહિના મુજબ મહત્વના લોંગ વીકેન્ડ

      જાન્યુઆરી

  • 24 જાન્યુઆરી: ચોથો શનિવાર
  • 25 જાન્યુઆરી: રવિવાર
  • 26 જાન્યુઆરી: ગણતંત્ર દિવસ
    ➡️ ત્રણ દિવસનું લોંગ વીકેન્ડ

        એપ્રિલ

  • 3 એપ્રિલ: ગુડ ફ્રાઈડે
  • 4 એપ્રિલ: શનિવાર (જો રજા મૂકી દેવામાં આવે)
  • 5 એપ્ર્રિલ: રવિવાર
    ➡️ ત્રણ દિવસની છુટ્ટીઓ

        બીજો વિકલ્પ:

  • 12 એપ્રિલ: રવિવાર
  • 13 એપ્રિલ: (રજા મૂકી દેવાય તો)
  • 14 એપ્રિલ: આંબેડકર જયંતિ
    ➡️ ત્રણ દિવસની તક

          જૂન

  • 26 જૂન: મોહરમ
  • 27 જૂન: ચોથો શનિવાર
  • 28 જૂન: રવિવાર
    ➡️ લોંગ વીકેન્ડ

        ઓગસ્ટ

  • 15 ઓગસ્ટ: સ્વતંત્રતા દિન (શનિવાર)
  • 16 ઓગસ્ટ: રવિવાર
    ➡️ બે દિવસની રજા

     બીજો વિકલ્પ:

  • 26 ઓગસ્ટ: ઈદ
  • 27 ઓગસ્ટ: (એક દિવસ રજા મૂકવામાં આવે તો)
  • 28 ઓગસ્ટ: રક્ષાબંધન
    ➡️ ત્રણ દિવસનું કોમ્બો

          સપ્ટેમ્બર

  • 4 સપ્ટેમ્બર: જન્માષ્ટમી
  • 5 સપ્ટેમ્બર: શનિવાર (જો રજા મૂકી દેવામાં આવે)
  • 6 સપ્ટેમ્બર: રવિવાર
    ➡️ ત્રણ દિવસ

         ઓક્ટોબર

  • 2 ઓક્ટોબર: ગાંધી જયંતી (શુક્રવાર)
  • 3 ઓક્ટોબર: શનિવાર (રજા મૂકી દેવાય તો)
  • 4 ઓક્ટોબર: રવિવાર
    ➡️ ત્રણ દિવસનું હોલિડે પેકેજ

31 ઓક્ટોબર—સરદાર પટેલ જયંતી
1 નવેમ્બર—રવિવાર

       ડિસેમ્બર

  • 25 ડિસેમ્બર: ક્રિસમસ
  • 26 ડિસેમ્બર: ચોથો શનિવાર
  • 27 ડિસેમ્બર: રવિવાર
    ➡️ વર્ષના અંતે પણ લોંગ વીકેન્ડ

2026 Holiday:રજાઓ નું લિસ્ટ જોવા માટે અહી ક્લિક કરો

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Supreme Court:“માત્ર આધાર કાર્ડથી ઘૂસણખોરને મતદાર બનાવી દઈએ?” — SIR સામેની અરજી સામે સુપ્રીમ કોર્ટનો સવાલ