૧૯થી ર૧ મે – ગુજરાત સરકારની દસમી ચિંતન શિબિર          

0
68

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે ગુજરાત સરકારની દસમી ચિંતન શિબિર

CM પટેલ, મંત્રીઓ અને સનદી અધિકારીઓ સહીત ૨૩૦ લોકો જોડાશે

પાંચ મુખ્ય વિષય વસ્તુ સાથેના ચર્ચા સત્રો-ગ્રુપ ડિસ્કશન્સ યોજાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૩થી કંડારેલી ગુડ ગવર્નન્સની ઉજ્જવળ પરિપાટીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગળ ધપાવી રહ્યા છે. હવે તારીખ ૧૯ મે થી ર૧ મે દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે રાજ્ય સરકારની દસમી ચિંતન શિબિર યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં શિબિરના આયોજનને આખરી ઓપ અપાયો છે. આ વર્ષની ચિંતન શિબિરમાં પાંચ જેટલા વિષયો પર જૂથચર્ચા થશે. જેમાં મુખ્યમંત્રી, મંત્રીઓ, વરિષ્ઠ સચિવો-સનદી અધિકારીઓ સહિત ર૩૦ જેટલા લોકો જોડાશે. ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો દરરોજ સવારે યોગ અભ્યાસ સત્રથી પ્રારંભ થશે. આ 10મી ચિંતન શિબિરમાં પાંચ મુખ્ય વિષયવસ્તુ સાથેના ચર્ચાસત્રો-ગ્રુપ ડિસ્કશન્સ યોજાશે. તેમાં આરોગ્ય અને પોષણ, શહેરીકરણ અને માળખાકીય વિકાસ, સરકારી અને તમામ સ્વાયત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતાનિર્માણ, શિક્ષણમાં ગુણાત્મક સુધારો તેમ જ ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય અને ક્ષમતાનિર્માણને આવરી લેવાશે.