146મીરથયાત્રાની તૈયારીઓ શરૂ

    0
    250

    ભગવાનના નવા રથનું 80 ટકા કામ પૂર્ણ

    વિવિધ થીમ આધારિત તૈયાર કરાયા રથ 

    એન્કર

    અમદાવાદમાં 146ની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ભગવાનના નવા રથનું 80 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. તેમજ વિવિધ થીમ આધારિત રથ તૈયાર કરાયા છે. સાગ અને સીસમના લાકડાથી રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ભગવાનના ત્રણેય રથનું માત્ર કલર કામ જ બાકી રહ્યું છે.  દરરોજ 10 કલાક કામ કરીને રથ તૈયાર કરાયા છે. પરંપરા જળવાઈ રહે તે પ્રમાણે રથ બનાવવામાં આવ્યો છે. ભગવાનના રથમાં દેવી-દેવતા અને  સુદર્શન ચક્રની થીમ તૈયાર કરવામાં આવી છે.  શુભદ્રાજીનો રથમાં લાલ અને પીળા રંગ સાથે નવ દુર્ગાની થીમ છે જ્યારે બળભદ્રજીનો રથ ચાર અશ્વની થીમ પર તૈયાર કરાયો છે.