ગુજરાતમાં ઉનાળુ વેકેશન દરમિયાન વધુ ૧૪૦૦ એસ.ટી બસ દોડાવાશે

0
177

હાલમાં ગુજરાતમાં ઉનાળુ વેકેશન શરુ થઇ ચૂક્યું છે. જેને લઈને ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમે  મહત્વનો નિર્ણય લીધો છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે કહ્યું છે કે, ઉનાળુ વેકેશન ૨૦૨૩ દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ સ્થળો પરથી મુસાફરોની માંગણી મુજબ જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક ૧૪૦૦થી વધુ એક્સ્ટ્રા એક્સપ્રેસ બસ સર્વિસ સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવી રહી છે.” સરકારના આ નિર્ણયથી એસ.ટી બસ થકી ઉનાળા દરમિયાન પ્રવાસ અર્થે જનારા લાખો પ્રવાસીઓને ખૂબ રાહત મળી રહેશે.