મથુરામાં રેલવેની જમીનથી અતિક્રમણ દૂર કરવા પર 10 દિવસનો સ્ટે

0
165

મથુરામાં રેલવેની જમીનથી અતિક્રમણ દૂર કરવા પર 10 દિવસનો સ્ટે

સુપ્રીમકોર્ટે રેલવે-કેન્દ્રને ફટકારી નોટિસ

સુપ્રીમકોર્ટે આ મામલે યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ કર્યો

આ મામલે હવે આગામી સુનાવણી 1 અઠવાડિયા બાદ કરાશે

મથુરામાં રેલવેની જમીનથી અતિક્રમણ દૂર કરવા પર 10 દિવસનો સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ પાસે રેલવેની જમીન પર ચાલી રહેલી બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. અહીં રેલ્વે દ્વારા ગેરકાયદે વસાહતો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં 100 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. બુધવારે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આગામી 10 દિવસ માટે બુલડોઝર ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે, જ્યારે આ મામલાની આગામી સુનાવણી 7 દિવસ પછી થશે.સુપ્રીમ કોર્ટના ત્રણ જજની બેંચ સમક્ષ આ મુદ્દાની સુનાવણી શરૂ થઈ ત્યારે અરજદાર તરફથી એવી અપીલ કરવામાં આવી હતી કે રેલવે અત્યાર સુધીમાં 100થી વધુ મકાનો તોડી ચૂક્યું છે, અહીં 70-80 મકાનો બાકી છે, આના પર તરત જ રોક લાગવી જોઈએ.અરજદારની અપીલ પર સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર 10 દિવસ માટે રોક લગાવી હતી અને કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ પાઠવી હતી. હવે 7 દિવસ પછી જ્યારે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે, ત્યારે સરકારોનો પક્ષ સાંભળવામાં આવશે.

શા માટે રેલવે બુલડોઝર ચલાવી રહી છે?

વાસ્તવમાં, મથુરાથી વૃંદાવન સુધીની રેલ્વે લાઇનને બ્રોડગેજમાં પરિવર્તિત કરવામાં આવી રહી છે, જેના કારણે રેલ્વે અહીંની ગેરકાયદે વસાહતોને દૂર કરવાનું કામ કરી રહી છે. રેલવેનું કહેવું છે કે તેણે 30 મીટર જગ્યા ખાલી કરવાની છે અને તેણે મહિનાઓ પહેલા જ મકાન માલિકોને નોટિસ આપી દીધી છે. નોટિસ આપ્યા બાદ રેલવે વિભાગનો તંત્ર  અતિક્રમણ હટાવવા પહોંચી ગયું હતું, પરંતુ સ્થાનિક લોકોના વિરોધને કારણે કાર્યવાહી કરી શકી ન હતી.જો કે, ગયા અઠવાડિયે જ્યારે રેલ્વેની ટીમ સુરક્ષા દળ સાથે પહોંચી તો તેણે મકાનોને તોડવાનું શરૂ કર્યું, ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. રેલવેની કાર્યવાહી જોઈને ઘણા લોકોએ જાતે જ પોતાના મકાનો તોડીને સામાન હટાવી લીધો હતો. રેલવેએ એવી પણ અપીલ કરી હતી કે બુલડોઝરને કારણે વધુ નુકસાન થશે, તેથી જેમને નોટિસ મળી છે તેઓ જાતે જ આગળ વધવાનું શરૂ કરે

વાંચો કેન્દ્ર સરકારે નેહરુ મેમોરિયલનું નામ બદલ્યું,નામ બદલવાને લઈને હોબાળો