HomeBreaking Newsહિમાચલ પ્રદેશ : ઢાળમાં માટી પુરાણ પેટ્રોલ પંપ માલિકને મોંઘુ પડ્યું

હિમાચલ પ્રદેશ : ઢાળમાં માટી પુરાણ પેટ્રોલ પંપ માલિકને મોંઘુ પડ્યું

હિમાચલમાં જમીન ધસી પડતાં પેટ્રોલ પંપ અને તેનું મકાન ધરાશાયી
હિમાચલ પ્રદેશના કુનિહાર નાલાગઢ રોડ પર જેપલા ગામ પાસે લગાવવામાં આવેલ ઈન્ડિયન ઓઈલનો પંપ કમોસમી વરસાદને કારણે જમીન ધસી પડતાં પેટ્રોલ પંપ અને તેનું મકાન ધરાશાયી થયું હતું. આ પંપ લગભગ 8 થી 10 મહિના પહેલા કુનિહારથી લગભગ 9 કિમી દૂર બદલાગ પાસેના જેપલા ખાતે બનાવવામાં આવ્યો હતો. આ પેટ્રોલ પંપ જમીન ઢાળમાં આરસીસી નાળું બનાવીને  બાકીની જગ્યા પર માટી પુરાણ ભરવામાં આવ્યું હતું તે પેટ્રોલ પંપ માલિકને મોંઘુ પડ્યું અને લાખોનું નુકશાન થયું. પેટ્રોલ પંપની ઓઈલની ટાંકીઓ જમીન ઉપર ઉંચી થઈ ગઈ હોવાને કારણે જમીન ખાઈ તરફ ધસી હતી અને નુકશાન થયું હતું . 
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments