હિંમતનગરના ઇલોલ ચાર રસ્તા પર સ્થાનિકોનું‌ ચક્કાજામ

0
167
હિંમતનગરના ઇલોલ ચાર રસ્તા પર સ્થાનિકોનું‌ ચક્કાજામ
હિંમતનગરના ઇલોલ ચાર રસ્તા પર સ્થાનિકોનું‌ ચક્કાજામ

હિંમતનગરના ઇલોલ ચાર રસ્તા પર સ્થાનિકોનું‌ ચક્કાજામ

ઇલોલ સહિત પાણપુરના સ્થાનિકોએ કર્યુ ચક્કાજામ

વાહનોની લાંબી લાઇનો લાગી

ચાર રસ્તા પર સર્જાય છે વારંવાર અકસ્માત

હિંમતનગર ગ્રામ્ય પોલીસે રસ્તો ખુલ્લો કરાવ્યો

હિંમતનગરના ઇલોલ ચાર રસ્તા પર સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. હિંમતનગર બાયપાસ ઇલોલ પાણપુર ચોકડીના આજુબાજુના ગામના વિસ્તારોના સ્થાનિકો દ્વારા રસ્તો રોકવામાં આવ્યો એક કલાક માટે રસ્તો રોકતા મોટી જામ સર્જાયો હતો.હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન પીએસઆઈસી બારોટ સહિત પોલીસ કાપલો ઘટના ઇસ્તે દોડી આવ્યા હતા. આવીને સ્થાનિક લોકો મુલાકાત કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.  સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ઘણા સમયથી અમે મૌખીક અને લેખિત રજૂઆત કરેલી છે કે આ ચોકડી પર વારંવાર અકસ્માત થાય છે. તેથી આ ચોકડી પર મોટું સર્કલ બને અથવા સ્પીડ બ્રેક બનાવવામાં આવે એવી રજૂઆત કરી રહ્યા હતા પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી ના થતા  ચકક્કાજામ કરવામાં આવ્યો હતો.

અનેકો વાર ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરવા છતા સર્કલ ના બનાવાતા કરાયુ ચક્કાજામ

સ્થાનિકો સાથે સમજાવટના પ્રયાસો હાથ ધરાયા

હાલ તો અધિકારીઓ દ્વારા ટૂંક સમયમાં અમે નિરાકરણ લાવશું એવું જણાવ્યું છે. જોકે આ અંગે સ્થાનિકોનું કહેવું છે કે   જો અમારી આ માંગણી પૂરી કરવામાં ના આવે તો અમે ગાંધી ચીંધ્યા  માર્ગે અપનાવશું .ચક્કાજામને પગલે વાહન ચાલકો અટવાયા હતા. અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વાંચો અહીં માલસર પાસે નર્મદા નદી ઉપર બનેલા બ્રિજનું લોકાર્પણ થશે