હાર્ટ એટેક બન્યો ચિંતાનો વિષય, વલસાડમાં 15 વર્ષીય વિધાર્થીનું મોત 

0
137
હાર્ટ એટેક
હાર્ટ એટેક

હાર્ટ એટેકથી રાજ્યમાં વધી રહેલી મોતની ઘટના ચિંતા ઉપજાવે તેવી છે. વલસાડ જિલ્લામાં ગત બે દિવસમાં હાર્ટ એટેકથી મોતની ત્રણ ઘટના બની છે. શનિવારે બે વ્યક્તિના હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યા બાદ રવિવારે પારનેરા ગામમાં ધો. 10માં અભ્યાસ કરતા 15 વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટ એેટેકથી મૃત્યુ થતાં પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

હાર્ટ એટેક
  • પ્રતીકાત્મક તસ્વીર

હાર્ટ એટેકથી 15 વર્ષીય વિધાર્થીનું મોત

વલસાડ જિલ્લાના પારનેરા ગામમાં બારચાલી ફળિયામાં રહેતો 15 વર્ષીય આયુષ સુરેશભાઈ રાઠોડ આઇપી ગાંધી શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. પગમાં દુઃખાવો થવાના કારણે છેલ્લા ત્રણ દિવસથી તે શાળાએ જતો ન હતો. રાત્રી દરમિયાન ઉંઘ ન આવતા આયુષને તેના માતાએ નહાઇને સુઇ જવા માટે કહ્યું હતું.

હાર્ટ એટેક

પરંતુ આયુષને ઉંઘ આવી ન હતી. રવિવારે વહેલી સવારે આયુષની તબિયત વધુ સારી ન જણાતા નજીકમાં રહેતા પરિવારના સભ્યોને બોલાવ્યા હતા. એ દરમિયાન તબિયત વધુ લથડતાં આયુષને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમ તાત્કાલિક પહોંચી હતી પરંતુ સારવાર મળે તે પહેલા આયુષનું મોત નીપજ્યું હતું. આયુષનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું જાણવા મળ્યું હતું.

હાર્ટ એટેક

વલસાડમાં શનિવારે તિથલ રોડ પર એક કલાકની અંદર જ ચાલતાં ચાલતાં 35 વર્ષના યુવાન અને 51 વર્ષના આધેડ અચાનક રસ્તા પર ઢળી પડતા મોતને ભેટ્યાં હતાં જેને લઈ લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने