અમદાવાદમા 10 લોકોનું જીવ લેનાર આરોપીએ સ્વિકાર્યુ,ગાડીની  120ની સ્પિડ હતી !

0
299
તથ્ય પટેલ
તથ્ય પટેલ

અમદાવાદના એસજી હાઇવે ઉપર થયેલા અક્સમાતમા ગાડીની સ્પિડ કેટલી હતી તેને લઇને ચર્ચા છે,, ત્યારે હવે સ્વય આરોપીએ કબુલ્યુ કે ગાડીની સ્પિડ 120 હતી, તથ્ય પટેલનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તે સ્વિકારી રહ્યો છે કે તેની ગાડીની સ્પિડ 120 હતી, સાથે તે કહી રહ્યો છે કે તેને દેખાયુ નહી,, નહી તો તેણે બ્રેક મારી હોત,,અમદાવાદ નાં ઇસ્કોન બ્રિજ પર બુધવારે મોડી રાત્રે થયેલા એક અકસ્માત બાદ લોકો અકસમાત માં ઇજાગ્રસ્તોને મદદ કરવા એકત્રિત થયા હતા, તે દરમિયાન એક નબીરાએ પોતાની જેગુઆર કાર વડે મદદ કરવા ઉભેલા લોકોને કચડી નાખ્યા હતા. જેમાં 10 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માત નજરે જોનારા લોકોનું કહેવું છે કે, આ નબીરો પોતાની કાર 150થી 160 કિલોમીટર પ્રતિકલાકની સ્પિડએ કાર ચલાવી રહ્યો હતો. આ નબીરાની ધરપકડ બાદ અમદાવાદ પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો, જે બાદ પૂછપરછમાં ખુલાસો થયો હતો કે તથ્ય પટેલ 120 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે કાર ચલાવી રહ્યો હતો.

તથ્ય પટેલે પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે, તે 120 પ્રતિકલાકની સ્પિડ એ કાર ચલાવી રહ્યો હતો. FSL રિપોર્ટમાં પણ કાર પૂરઝડપે દોડતી હોવાની વાત સામે આવી છે. જે જેગુઆર કારે અકસ્માત સર્જેયૌ હતો તેની સ્થિતિ જોઈને પણ અંદાજો આવી જાય કે આ અકસ્માત કેટલો ગોઝારો હતો. જેમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આજે આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવશે.

જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે ટોળાએ તથ્ય પટેલને પકડી પાડ્યો હતો. ત્યારે તેનો એક વિડિયો પણ સામે આવ્યો છે. જ્યાં તે પોતે સ્પિડ માં કાર ચલાવી રહ્યો હોવાની કબૂલાત કરી રહ્યો છે. જેમાં તે વિડિયોમાં કહી રહ્યો છે કે, મને ખરેખર કંઈ દેખાયું ન હતું, નહીં તો હું બ્રેક ના મારુ ? તેમજ પોતે 120 પ્રતિકલાકની પૂરઝડપે કાર ચલાવી રહ્યો હોવાની કબૂલાત કરી રહ્યો છે.

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસની તપાસ માટે સરકાર દ્વારા એક ટીમની રચના કરવામાં આવી છે. જેમાં પશ્રિમ ટ્રાફિક વિભાગના DCP નીતા દેસાઈ, ACP એસ. જે. મોદી તેમજ પાંચ પોલીસ ઈન્સ્પેકટર આ કેસની તપાસ કરવાના છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ મુજબ આ કેસમાં એક અઠવાડિયામાં ચાર્જશીટ રજૂ કરવામાં આવશે. તેમજ આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવમાં આવશે. આ મામલે અમદાવાદ પશ્રિમના ટ્રાફિક DCP નીતા દેસાઈએ પીડિત પરિવારને આશ્વાસન આપતા કહ્યું હતું કે, આ કેસમાં કોઈ બાંધછોડ કે કચાશ રાખવામાં નહીં આવે આરોપીને કડકમાં કડક સજા થાય તે માટેના પ્રયાસ કરીશું.