સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાશે

0
155

તામિલનાડુમાં 46થી વધારે શહેરોમાં વસે છે ગુજરાતીઓ

17 એપ્રિલથી સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાનાર છે. તા.17 થી 30 એપ્રિલ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના વતની અને તમિલનાડુમાં સદીઓથી સ્થાયી થયેલા લોકો સોમનાથ ઉપરાંત દ્વારકા જિલ્લામાં પણ મહેમાન તરીકે પધારવાના છે. ઉલ્લેખનીય છે કે લગભગ 1000 કરતા વધારે વર્ષના લાંબા ગાળા છતાં આજે તામિલનાડુ રાજ્યમાં 46 થી વધારે શહેરોમાં તેમજ અંતરિયાળ ગામડાઓમાં વસવાટ કરતા 25 લાખ કરતા વધારે સૌરાષ્ટ્રવાસી સમુદાય પોતાની જૂની સૌરાષ્ટ્રવાસી તરીકેની ઓળખ તેમ જ પોતાના સૌરાષ્ટ્ર વિસ્તારની પરંપરા તથા વારસાને અકબંધ રાખી તમિલનાડુના જન જીવનમાં સંપૂર્ણપણે ઓતપ્રોત થઈ અને વિકાસમાં યોગદાન આપી રહેલ છે.

ગુજરાતમાં વિવિધ સ્થળોએ ચિત્રકામ, પર્ફોર્મિંગ આર્ટ, ડ્ર્રામા પ્રદર્શન, સાહિત્ય, બીચ/સેન્ડ આર્ટ, પરંપરાગત લોક સંગીત હસ્તકલા, વાનગીઓ, રમતગમત, શેક્ષણિક પ્રદર્શન, ગુજરાતી અને તમિલ ભાષાના વર્કશોપ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે.