Share Market Holiday : 3 દિવસ બંધ રહેશે શેરબજાર, નહીં થાય BSE-NSEમાં ટ્રેડીંગ, આ અઠવાડિયે શેરબજાર શનિવાર અને રવિવારે તો બંધ રહેશે જ, સાથે ૧ મે એટલે કે ગુરુવારે પણ સ્ટોક માર્કેટ બંધ રહેશે.

નવી દિલ્હી: શેરબજાર દર અઠવાડિયે શનિવારે અને રવિવારે બંધ રહે છે, પરંતુ આ અઠવાડિયે તે ત્રણ દિવસબંધ રહેશે. સામાન્ય રીતે દરેક સરકારી રજાઓ પર શેરબજાર બંધ રહે છે, પરંતુ આ વખતે ૨૮ એપ્રિલથી ૪ મેની વચ્ચે શેરબજારમાં ત્રણ દિવસની રજા રહેશે. શેરબજારની રજાઓ બેંકો અને અન્ય સરકારી રજાઓથી અલગ હોય છે. એમ તો સ્ટોક એક્સચેન્જ ટ્રેડિંગ ફક્ત ખાસ પરિસ્થિતિઓમાં જ બંધ થાય છે.

1 મેના રોજ બંધ રહેશે માર્કેટ
આ અઠવાડિયે શેરબજાર શનિવાર અને રવિવારે તો બંધ રહેશે જ, સાથે 1 મે એટલે ગુરુવારે પણ સ્ટોક માર્કેટ બંધ રહેશે. ખરેખર, 1 મેના દિવસે જ મહારાષ્ટ્ર દિવસ મનાવવામાં આવે છે. વર્ષ 1960માં જ મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ હતી. આથી 1 મેના દિવસે મહારાષ્ટ્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ જ દિવસે મજૂર દિવસ પણ મનાવવામાં આવે છે. આ કારણે 1 મેના દિવસે આ વખતે શેરબજાર બંધ રહેશે.
અક્ષય તૃતીયા પર ખુલ્લુ રહેશે કે બંધ રહેશે?
શેરબજાર આ વર્ષે અક્ષય તૃતીયાના અવસર પર પણ ખુલ્લું રહેશે. 30 એપ્રિલે અક્ષય તૃતીયાનો તહેવાર ઉજવવામાં આવશે. અક્ષય તૃતીયાનો અર્થ છે અક્ષય એટલે કે જે ક્યારેય નાશ ન પામે અને તૃતીયાનો અર્થ છે ત્રીજો દિવસ. આ તહેવાર હિન્દુ કેલેન્ડરના વૈશાખ મહિનામાં મનાવવામાં આવે છે અને આ વખતે 30 એપ્રિલે અક્ષય તૃતીયાનો તહેવાર, પરંતુ આ દિવસે શેરબજાર ખુલ્લું રહેશે.

આવો જાણીએ અત્યાર સુધીમાં શેરબજાર કેટલા દિવસ બંધ રહ્યું હતું?
વર્ષ ૨૦૨૫ માં અત્યાર સુધીમાં શેરબજાર કુલ 6 દિવસ બંધ રહ્યું છે.
- ૨૬ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિના અવસરે બંધ રહ્યું
- ૧૪ માર્ચે હોળીના ઉપલક્ષ્યમાં બજાર બંધ રહ્યું.
- 31 માર્ચે ઈદના તહેવાર પર શેરબજારમાં ટ્રેડિંગ થયું ન હતું.
- મહાવીર જયંતિના અવસરે 10 એપ્રિલે પણ બજારમાં ટ્રેડિંગ થયું ન હતું,
- જ્યારે 14 એપ્રિલે બાબા સાહેબ આંબેડકર જયંતિ પર પણ શેરબજાર બંધ રહ્યું હતું.
- 18 એપ્રિલે ગુડ ફ્રાઈડેના અવસરે પણ શેરબજાર બંધ રહ્યું હતું.
આગામી દિવસોમાં શેરબજાર કેટલા દિવસ બંધ રહેશે?
- 1 મે, ગુરુવાર: મહારાષ્ટ્ર દિવસ
- 15 ઓગસ્ટ, શુક્રવાર: સ્વતંત્રતા દિવસ
- 27 ઓગસ્ટ, બુધવાર: ગણેશ ચતુર્થી
- 2 ઓક્ટોબર, ગુરુવાર: દશેરા અને મહાત્મા ગાંધી જયંતિ
- 21 ઓક્ટોબર, મંગળવાર: દિવાળી લક્ષ્મી પૂજન
- 22 ઓક્ટોબર, બુધવાર: દિવાળી બલિપ્રતિપદા
- 5 નવેમ્બર, બુધવાર: પ્રકાશ ગુરુપર્વ એટલે ગુરુ નાનક દેવ જયંતિ
- 25 ડિસેમ્બર, ગુરુવાર: નાતાલ
Table of Contents
Jeegeesha patel શું થયું ગોંડલ Mirzapur માં? Ganesh Gondal Jayrajsinh Jadeja Gondal
ગાંધીનગર: રાષ્ટ્રીય ટ્રાન્સઝેન્ડર ડેના ભાગરૂપે ઉજવણી
Summer અંગદઝાડતી ગરમીમાં Heat Strockથી બચવા અપનાવો ઘરેલુ ઉપાય