શર્લિન ચોપડાને મળી છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી

0
674

અભિનેત્રી શર્લિન ચોપડા હમેશાથી ચર્ચામાં રહી છે.હાલમાં જ શર્લિન ચોપડાએ મુંબઈના જુહુ પોલીસ સ્ટેશનમાં એક ફાઈનાન્સર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આરોપીએ વીડિયો રેકોર્ડિંગ માટે પૈસા આપવાના બહાને શર્લિન ચોપરાની છેડતી કરી હતી. જ્યારે અભિનેત્રીએ તેની સામે વાંધો ઉઠાવ્યો ત્યારે ફાઇનાન્સરે તેની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કરી દીધું હતું. આ વ્યક્તિએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. શર્લિન ચોપરાની ફરિયાદ પર જુહુ પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આઈપીસીની કલમ 354, 506 અને 509 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં જ રાખી સાવંતના કારણે શર્લિનનું નામ પણ સામે આવ્યું હતું.આ પહેલા શર્લિન ચોપડાએ ફિલ્મ નિર્માતા સાજિદ ખાનને લઇને પણ ઘણા આરોપ લગાવ્યા હતા.