વિદેશમાં અઠવાડિયામાં ચાર ગુજરાતી સ્ટુડન્ટનાં મોત

0
240

વિદેશમાં ગુજરાતીઓ સાથે એક પછી એક બનેલી દુર્ઘટનાથી ગુજરાતી સમાજમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પાંચ દિવસ પહેલાં અમેરિકાના આહાયો સ્ટેટમાં બે ગુજરાતી સ્ટુડન્ટ સિદ્ધાંત શાહ અને આર્યન વૈદ્યનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. જ્યારે ઓસ્ટ્રેલિયાના સીડનીમાં બે મહિના પહેલા જ ત્યાં ગયેલી ગુજરાતી યુવતી રિયા પટેલનું ભયંકર અકસ્માતમાં મોત નિપજ્યું હતું. આ ઉપરાંત કેનેડામાં પાટીદાર યુવક હર્ષ પટેલની લાશ મળી આવી હતી. વિદેશમાં એક અઠવાડિયામાં ચાર-ચાર ગુજરાતી સ્ટુડન્ટના મોતે વિચારતા કરી મૂક્યા છે. ગુજરાતીઓ હાલ મોટી સંખ્યામાં કેનેડા જઈ રહ્યા છે ત્યારે કેનેડામાં વસતા ગુજરાતીઓનું કહેવું છે કે  દેખાદેખીમાં અહીં ન આવો.કારણ કે કેનેડમાં પણ ભારતીય વિદ્યાર્થોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. શેરિંગમાં રહેવું પડે છે.