વિશ્વ પુસ્તક દિવસ કેમ ઉજવાય છે, 23 એપ્રિલ પાછળ છે રસપ્રદ વાતો

0
197

કોઈએ સાચું જ કહ્યું છે કે એક સારું પુસ્તક સો મિત્રોની ગરજ સારે છે. પુસ્તકોનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે, તમને થશે કે અચાનક પુસ્તકોની ચર્ચા કેમ,,તો તમને જણાવી દઇએ કે 23 એપ્રિલ એટલે વિશ્વ પુસ્તક દિવસ,,તમને થશે સ્માર્ટ ફોનના યુગમાં પુસ્તકોનો શુ કામ,,તો ચલો તમને જણાવીએ વિશ્વ પુસ્તક દિવસનું મહત્વ અને કેમ ઉજવાય છે આ ખાસ દિવસ


પુસ્તકોની દુનિયા ગજબ હોય છે, અહીથી સર્જન પણ થઇ શકે અને વિનાશ પણ,, ત્યારે તમને જણાવીએ કેયુનેસ્કોએ 23 એપ્રિલ 1995ના રોજ વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી શરૂ કરી હતી. ત્યારબાદથી લોકોમાં પુસ્તકો વિશે જાગૃત કરવા અને પુસ્તકોનું મહત્વ સમજાવવા માટે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવે છે. એટલું જ નહીં 23 એપ્રિલની તારીખ પસંદગી કરવા પાછળનું કારણ પણ ખાસ છે,. 23 એપ્રિલના રોજ જાણીતા લેખક વિલિયમ શેક્સપીયર, મિગ્યુએલ દે સર્વેન્ટસ અને જોસેફ પ્લેયા ​​23 એપ્રિલના રોજ મૃત્યુ પામ્યા હતા. તે જ સમયે મેન્યુઅલ મેજિયા વલેજો અને મોરિસ ડ્રુનનો જન્મ 23 એપ્રિલના રોજ થયો હતો.



આજના ઈન્ટરનેટના યુગમાં સ્માર્ટ ફોનમાં દુનિયા સમાઇ ગઇ છે, આખા વિશ્વનું જ્ઞાન આંગળીના ટેરવે આવી ગઈ છે પરંતુ વ્યક્તિ પોતે જ સમાજ અને પોતાની જાતથી વિખૂટો પડી ગયો છે. આત્મજ્ઞાન માટે એકમાત્ર રસ્તો પુસ્તકો છે. આજના યુગના બાળકોને પુસ્તકોના મહત્વ વિશે ખબર પડે તે માટે ખાસ વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવે છે.



પુસ્તકો મનુષ્યના શ્રેષ્ઠ મિત્રો છે, આપણી આસપાસની તમામ વસ્તુઓ જાણવા માટે આપણે હંમેશા પુસ્તકો વાંચવા જોઈએ. આપણે આપણા પુસ્તકોની યોગ્ય રીતે કાળજી લેવી જોઈએ અને તેને યોગ્ય સ્થિતિમાં રાખવા જોઈએ.પુસ્તકો આપણને જ્ઞાન મેળવવામાં મદદ કરે છે. પુસ્તકોની મદદથી ભૂતકાળ અને વર્તમાન અંગે માહિતી મળે છે જેની મદદથી આપણે આપણું ભવિષ્ય સુધારી શકીએ છીએ,,ત્યારે તમામને પુસ્તક દિવસની શુભકામનાઓ,,