લુધિયાણા સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

0
398

૭ વર્ષીય માસૂમ બાળકી પર દુષ્કર્મના કેસમાં ઐતિહાસિક ચૂકાદો

બે આરોપને ફાંસીની સજા ફટકારાઈ

લુધિયાણા સેશન્સ કોર્ટે બાળકી પર રેપના કેસમાં બે આરોપીઓને ફાંસીની સજા સંભળાવી છે. આ મામલો 2019નો છે, જ્યારે આરોપીએ એક 7 વર્ષની બાળકી પર બળજબરીથી રેપ કરીને તેની હત્યા કરી નાખી હતી. આ ઘટનાની જાણ થતા જ બાળકીના પરિવારે દોષિતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે બાદ આરોપી સામે દોરાહા પોલીસ સ્ટેશનમાં 6 પોસ્કો અને આઈપીસીની કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપીઓની ઓળખ દોરાહાના રહેવાસી રોહિત કુમાર અને વિનોદ તરીકે થઈ હતી. આ બંને આરોપીઓ દોરાહા પોલીસ સ્ટેશનના રહેવાસી છે. લગભગ 4 વર્ષ બાદ કોર્ટે બાળકીને ન્યાય આપ્યો છે.