રોમીયોગીરી કરતા પહેલા વિચારજો -નવરાત્રીમાં શી ટીમની નજર સતત

1
74
રોમીયોગીરી કરતા પહેલા વિચારજો -નવરાત્રીમાં શી ટીમની નજર સતત
રોમીયોગીરી કરતા પહેલા વિચારજો -નવરાત્રીમાં શી ટીમની નજર સતત

નવલી નવરાત્રી શરૂ થઇ ગઈ છે અને ખેલૈયાઓનો થનગનાટ ગરબાના તાલે નવરાત્રીમાં જોવા મળ્યો. આ સાથે સમગ્ર રાજ્યમાં ગુજરાત પોલીસ એક્શનમાં છે અને ગુજરાત પોલીસની દરેક જીલ્લાની શી ટીમ નવરાત્રીના ગરબે ઘૂમતા ખેલૈયાઓ વચ્ચે ટ્રેડીશનલ ડ્રેસમાં ઉપસ્થિત છે અને જો કોઈ યુવતીની છેડખાની કે મેદાનમાં રોમિયોગીરી કરી તો હવે ખેર નથી અને પોલીસ સ્ટેશનની હવા ખાવી પડશે. અલગ લગ ટીમો બનાવીને મહિલા પોલીસ શી ટીમ નવરાત્રીના પર્વ દરમિયાન સતત નવરાત્રીમાં ગરબે પણ ઘૂમશે અને સડક છાપ યુવાનોના પર બાજ નજર પણ રાખશે. આ વખે નવરાત્રીના આયોજકોને મંજુરી પણ આપવામાં આવી છે અને શેરી ગરબા સહિત સોસાઈટી , મહોલ્લામાં પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પોલીસ પણ તમામ તૈયારીઓ સુરક્ષા માટે તૈયાર છે. ખાસ કરીને નવરાત્રી દરમિયાન અનેક બનાવો સામે આવ્યા છે ભૂતકાળમાં તેને દયાનમાં રાખીને આ વખતે પોલીસ તંત્રે વિશેષ આયોજન હાથ ધાર્યું છે. અને કોઈ પણ ઘટનાને બનતી રોકવા માટે અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે તૈયાર છે અને સતત ચાંપતી નજર રાખી રહી છે. આ ઉપરાંત સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ પર પણ કંટ્રોલ રૂમમાંથી નજર રાખવામાં આવી રહી છે. પોલીસની શી ટીમ ચણીયાચોળી પહેરીને અસામાજિક તત્વો પર બાજ નજર રાખી રહી છે તે ધ્યાનમાં રાખીને ખેલૈયાઓએ ગરબા રમવા અને કોઈ પણ પ્રકારની રોમીયોગીરી કરતા પહેલા ચેતજો તે સંદેશો પણ પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે.

એટલુજ નહિ નવરાત્રી દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તે અંતર્ગત રાત્રે 12 વાગ્યા સુધીજ આયોજકોને પરવાનગી આપવામાં આવી છે. અને આ ઉપરાંત સંગીત , લાઉડ સ્પીકર અંગે પણ કડક નિયમોનું ચુસ્ત પાલન કરવા માટે ગુજરાત પોલીસ સતત નવરાત્રી દરમિયાન પેટ્રોલિંગ કરી રહી છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદના એસ.જી.હાઈવે , સીજી.રોડ, સિંધુ ભવન રોડ , રીંગ રોડ પર અમદાવાદ ટ્રાફિક પોલીસ અને ગુજરાત પોલીસ એલર્ટ છે.

માતાજીનું આરાધના પર્વ ધામધુમથી મનાવવાની શરૂઆત થઇ છે ત્યારે નવરાત્રીના પ્રારંભે પાર્ટી પ્લોટ , શેરી ગરબાનું આયોજન સુખરૂપ સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર સજ્જ છે . અને શી ટીમ પણ મહિલાઓની સુરક્ષા માટે તૈયાર છે .

1 COMMENT

Comments are closed.