રેવ પાર્ટીમાં સાપનું ઝેર અને વિદેશી યુવતીઓને સપ્લાય કરવાના આરોપમાં યુટ્યુબર એલ્વિશ યાદવ વિરુદ્ધ કેસ

    0
    234
    YouTuber Elvish Yadav
    YouTuber Elvish Yadav

    Elvish Yadav FIR : બિગ બોસ OTT 2 વિજેતા (Bigg Boss OTT 2 winner) અને યુટ્યુબર એલ્વિશ યાદવ (Elvish Yadav) ની મુશ્કેલીઓ વધી શકે છે. નોઈડાના સેક્ટર 49 પોલીસ સ્ટેશનમાં યુટ્યુબર એલ્વિશ યાદવ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. નોઈડા પોલીસ અને વન વિભાગની ટીમે 5 મદારીની ધરપકડ કરી છે. તેમની પાસેથી 5 કોબ્રા અને કેટલાક ઝેર મળી આવ્યા છે. મદારીઓએ જણાવ્યું કે, તેઓ એલ્વિશ યાદવને સાપનું ઝેર (snake poison) સપ્લાય કરતા હતા.

    2 3
    YouTuber Elvish Yadav

    સ્ટિંગ ઓપરેશન બાદ મેનકા ગાંધીની એનજીઓએ ફરિયાદ કરી :

    કહેવામાં આવી રહ્યું છે કે, ઈનપુટ મળ્યા બાદ મેનકા ગાંધી દ્વારા સંચાલિત એક NGO દ્વારા એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ સ્ટિંગ ઓપરેશનના આધારે નોઈડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવામાં આવી હતી, પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

    પોલીસના જણાવ્યા અનુસાર, નોઈડા પોલીસે પ્રતિબંધિત સાપનું ઝેર સપ્લાય કરતી ગેંગ સામે દરોડો પાડ્યો હતો અને આ કેસમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

    રેવ પાર્ટીમાં સાપનું ઝેર અને વિદેશી યુવતીઓને સપ્લાય કરવાનો આરોપ :

    રેવ પાર્ટીમાં વિદેશી છોકરીઓને સાપનું ઝેર સપ્લાય કરવા બદલ ધરપકડ કરાયેલા 5 આરોપીઓની પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેઓએ જણાવ્યું કે YouTuber Elvish Yadav (Elvish Yadav FIR) પણ આ ગેંગ સાથે સંકળાયેલો છે. આ ગેંગના કબજામાંથી 9 સાપ અને સાપનું ઝેર મળી આવ્યું હતું. જેમાંથી 5 કોબ્રા અને બાકીના વિવિધ જાતિના છે.

    થઇ શકે છે એલ્વિશ યાદવની ધરપકડ.. :

    પોલીસનું કહેવું છે કે અમે આ મામલે કેસ નોંધ્યો છે જેમાં એલ્વિશ યાદવનું નામ પણ સામેલ છે. જો કે હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી. તમામ સાપોને વન વિભાગને સોંપવામાં આવ્યા છે.

    નોઈડા પોલીસે FIRમાં શું નોધ્યું છે..?

    સાંસદ મેનકા ગાંધી દ્વારા સંચાલિત PFA સંસ્થાએ નોઈડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, FIR ની કોપીમાં લખવામાં આવ્યું છે કે, NGOઓને માહિતી મળી હતી કે એલ્વિશ યાદવ નામનો યુટ્યુબર તેની ગેંગ તેમજ અન્ય સભ્યો સાથે નોઈડા અને એનસીઆર વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં જીવંત સાપ અને યુટ્યુબર સાથે વીડિયો શૂટ કરે છે અને ગેરકાયદેસર રીતે રેવ પાર્ટીઓનું આયોજન કરે છે. જેમાં તેઓ નિયમિત રીતે વિદેશી યુવતીઓને બોલાવે છે. આ પાર્ટીમાં સાપનું ઝેર અને અન્યનો નશો કરવામાં આવે છે.

    1 6
    Case against YouTuber Elvish Yadav

    આ રીતે એલ્વિશ યાદવ કેસમાં ફસાયો :

    આ સમગ્ર મામલામાં એક ખાસ બાતમીદારે એલ્વિશ યાદવ (Elvish Yadav) નો સંપર્ક કર્યો અને તેને નોઈડામાં રેવ પાર્ટીનું આયોજન કરવા અને સાપ અને કોબ્રાના ઝેરની વ્યવસ્થા કરવા કહ્યું, જેના પર તેણે તેના એજન્ટ રાહુલનું નામ જણાવ્યું અને તેનો મોબાઈલ નંબર આપી અને કહ્યું કે, “આ મારું નામ લઈને વ્યક્તિ સાથે વાત કરો”

    બાતમીદારે રાહુલ નામના તસ્કરના મોબાઈલ નંબર પર એલ્વિશ યાદવ યુટ્યુબરનું નામ લઈને વાત કરી તો તે પાર્ટી માટે તૈયાર થઈ ગયો. તેણે કહ્યું કે, “તમે જ્યાં કહેશો ત્યાં હું મારા મિત્રોને સાપ સાથે લઈ આવીશ.” આ પછી તે વ્યક્તિ તેની ટીમના સભ્યો સાથે 2 નવેમ્બેરના રોજ સેક્ટર 51 સ્થિત સેવેરોન બેન્ક્વેટ હોલમાં આવવા માટે સંમત થયો.

    આ માહિતી DFO નોઈડાને આપવામાં આવી હતી. આ તમામ દાણચોરો સેવેરોન બેન્ક્વેટ હોલમાં આવતાની સાથે જ  પ્રતિબંધિત સાપ જોવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી. જ્યારે આ લોકોએ સાપ બતાવ્યા ત્યારે મળેલી માહિતી સાચી છે તે પુરવાર થયા બાદ સેક્ટર 49 નોઈડાની પોલીસ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને નોઈડાની ટીમને જાણ કરવામાં આવી.

    વન વિભાગની ટીમ અને પોલીસે મળીને પૂછપરછ કરી :

    સેક્ટર 49 નોઈડા પોલીસ અને પ્રાદેશિક વન અધિકારી દાદરી તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા અને પાંચ લોકોને તેમના સામાન સાથે કસ્ટડીમાં લીધા. વન વિભાગની ટીમ અને પોલીસની ટીમે તેમની પૂછપરછ કરી શોધખોળ હાથ ધરી હતી. ધરપકડ કરાયેલા 5 લોકોની યાદીમાં રાહુલ, તિતુનાથ, જયકરણ, નારાયણ અને રવિનાથના નામ સામેલ છે.