રાજસ્થાનની ACBએ ED અધિકારીની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરી, કેન્દ્રીય એજન્સીએ શું કહ્યું?

0
156

ED Officer Arrested : રાજસ્થાનની એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ટીમે 2 નવેમ્બરના રોજ લાંચ લેવા બદલ જયપુરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અધિકારી અને તેના સહયોગીની ધરપકડ કરી. EDએ આ અંગે એક નિવેદન જાહેર કર્યું છે. એજન્સીએ કહ્યું કે અમે બંને વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પરીક્ષા પેપર લીક કેસમાં રાજસ્થાન કોંગ્રેસના વડાના બે પુત્રોને સમન્સ જારી કર્યાના એક દિવસ બાદ, રાજ્યના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ 2 નવેમ્બરના રોજ મણિપુરના ઇમ્ફાલમાં તૈનાત EDના એન્ફોર્સમેન્ટ ઓફિસરની ધરપકડ કરી હતી. બંને આરોપીઓ પર 15 લાખની લાંચ લેવાનો આરોપ હતો.

ED એ સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, “ACBની પ્રેસ રિલીઝ મુજબ, ઇમ્ફાલ, મણિપુરમાં તૈનાત સબ ઝોનલ ઓફિસર નવલ કિશોર મીણા અને જુનિયર આસિસ્ટન્ટ બાબુલાલ મીણાની જયપુરમાં ACB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે અમે નવલ કિશોર મીણાને સસ્પેન્ડ કર્યા છે. નવલકિશોર મીણા અને બાબુલાલ મીણા વિરુદ્ધ PMLA પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

એસીબીની ટીમે 15 લાખની લાંચ લેતા ED અધિકારી નવલ કિશોર મીણા અને તેના સહયોગી બાબુલાલ મીણાની ધરપકડ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે બંને 17 લાખ રૂપિયાની માંગ કરી રહ્યા હતા, પરંતુ તેમને લાંચના રૂપમાં માત્ર 15 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

એસીબીએ શું કહ્યું? :

એસીબીના જણાવ્યાનુસાર, અમને ફરિયાદ કરવામાં આવી હતી કે આરોપી એન્ફોર્સમેન્ટ ઓફિસર નવલકિશોર મીણા EDની ઇમ્ફાલ ઓફિસમાં ચિટફંડ કેસમાં તેમની સામે નોંધાયેલા કેસના સમાધાનના મિલકત જપ્ત કરી ન કરવા અને તેની ધરપકડ ના કરવા બદલામાં 17 લાખ રૂપિયાની લાંચની રકમની માંગણી કરી રહ્યો હતા.

વિપક્ષનો આરોપ મોદી સરકાર કેન્દ્રિય એજન્સીનો કરી રહી છે દુરુપયોગ :

કોંગ્રેસ અધ્યક્ષના પુત્રોને સમન્સ મોકલ્યાના એક દિવસ બાદ રાજસ્થાન ACBએ ED અધિકારીની ધરપકડ કરી છે. અશોક ગેહલોતના પુત્ર બાદ EDએ રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ દોતાસરાના બે પુત્રોને સમન્સ પાઠવ્યા હતા. કેન્દ્રીય એજન્સીઓ તરફથી આ સમન્સ ગોવિંદ સિંહ દોતાસરાના શિક્ષણ મંત્રીના કાર્યકાળ દરમિયાન ભરતી પરીક્ષાના પેપરમાં કથિત ગેરરીતિના સંદર્ભમાં છે.

ઉલ્લેકનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત વિપક્ષી પાર્ટીઓ અને નેતાઓ, જેઓ પણ દારૂ નીતિ કેસમાં EDની પૂછપરછનો સામનો કરી રહ્યા છે, તેમણે આરોપ લગાવ્યો છે કે મોદી સરકાર વિપક્ષને નિશાન બનાવવા માટે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. અગાઉ, આ જ કેન્દ્રીય તપાસ એજન્સીએ વિદેશી વિનિમય નિયમોના કથિત ઉલ્લંઘન સાથે સંકળાયેલા એક અલગ કેસમાં 30 ઓક્ટોબરે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવની નવ કલાક પૂછપરછ કરી હતી.

અશોક ગહેલોતના મિમ્સ સોશિયલ મીડિયા પર વાયરલ :

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવની ED દ્વારા થયેલી પૂછતાછ બાદ રાજસ્થાન ACB દ્વારા લાંચ લેતા ED ઓફિસર પકડાતા, સોશિયલ મીડિયા પર અનેક મિમ્સ અને જોક્સ વાયરલ થઈ રહ્યા છે.

“શિકારી ખુદ યહાં શિકાર હો ગયા…. યે ગહલોત હૈ..”

M

ઉપરાંત થોડા સમય પહેલા આવેલ જવાન ફિલ્મનો ડાયલૉગ ‘બેટે કો હાથ લાગને સે પહેલે બાપ….” પણ વાયરલ થઈ રહ્યો છે.