રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને ડૉ. ભીમરાવ આંબેડકરને પાઠવી શ્રદ્ધાંજલિ

    0
    681

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત તમામ નેતાઓએ શુક્રવારે ડૉ. ભીમરાવ આંબેડકરને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા. પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, એનસીપી પ્રમુખ શરદ પવાર અને અન્ય નેતાઓ દિલ્હીમાં સંસદ ભવન લૉન ખાતે ડૉ બી.આર. આંબેડકરની 133મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.