રાજ્યમાં માતૃભાષાની સ્કૂલો મરણપથારીએ,5 વર્ષમાં 207 ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ

0
288

રાજ્યમાં એક તરફ ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપીને ફરજિયાત ગુજરાતી વિષય ભણાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, ત્યારે હવે ગુજરાતી માધ્યમની જ સ્કૂલોને સંખ્યા ના મળતા અમદાવાદમાં 12 જેટલી સ્કૂલો બંધ કરવાનો વારો આવ્યો છે. અંગ્રેજી માધ્યમ તરફ આકર્ષણના કારણે ગુજરાતી માધ્યમમાં સંખ્યા ઘટી રહી છે. અમદાવાદમાં 12 સ્કૂલો બંધ થવા જઈ રહી છે, જેને મંજૂરી આપી દેવામાં આવી છે. ગુજરાતમાં માતૃભાષા ગુજરાતી શાળાઓનો જ મૃત્યુઘંટ વાગી રહ્યો છે અને તેમાંય જાણે સરકારી ગ્રાન્ટેડ શાળાઓનો સૂરજ પણ અસ્ત થવા જઈ રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ગુજરાતમાં માતૃભાષાની સ્કૂલો મરણપથારીએ છે. તેમાં ગ્રાન્ટેડ શાળાઓની વાત કરીએ તો છેલ્લા 5 વર્ષમાં 207થી વધુ ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ ગઈ છે. તો 120થી વધારે ઉચ્ચત્તર-માધ્યમિક શાળાઓને તાળા લાગ્યા છે. આ ઉપરાંત 700થી વધુ પ્રાથમિક શાળાઓ બંધ થઈ ગઈ છે.