યોગ દિવસની ઉજવણી:મધ્યપ્રદેશમાં યોજાશે કાર્યક્રમ

0
419

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થશે ઉજવી

જબલપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ યોજાશે

 ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ મુખ્ય અતિથિ હશે

યોગ દિવસની ઉજવણી થશે.કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે આ વખતે વિશ્વ યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ મંત્રાલય દ્વારા મધ્યપ્રદેશના જબલપુર શહેરમાં યોજવામાં આવશે. આયુષ મંત્રાલયે આ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.યોગ દિવસનીઉજવણી અંતર્ગત યોજાવનાર આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ જગદીપ ધનખડ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભાગ લેશે. કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે શનિવારે વિશ્વ યોગ દિવસની ઉજવણીના સંદર્ભમાં અહીં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આ વખતે મુખ્ય કાર્યક્રમ મધ્યપ્રદેશના જબલપુર શહેરમાં યોજવામાં આવી રહ્યો છે. જેમાં ઉપપ્રમુખ જગદીપ ધન મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યપાલ મંગુભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો ઉપસ્થિત રહેશે. આ સિવાય પણ અનેક જગ્યાએ કાર્યક્રમો થ

2015થી દર વર્ષે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, યોગ કરવાથી માત્ર વ્યક્તિની શારીરિક જ નહીં પરંતુ માનસિક ક્ષમતા પણ વધતી હોવાનું મનાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં સૌથી પહેલા 21 જૂનને વિશ્વ યોગદિન તરીકે ઊજવવાની દરખાસ્ત મૂકી હતી. પોતાના સંબોધનમાં વડા પ્રધાને યોગને ભારતની પ્રાચીન પરંપરાની અમૂલ્ય ભેટ ગણાવી હતી.વડા પ્રધાનની દરખાસ્તનું 175 દેશોએ સમર્થન કર્યું હતું, સંયુક્ત રાષ્ટ્રમાં કોઈ દરખાસ્તને આટલા દેશોનું સમર્થન મળ્યું હોય એવી આ પ્રથમ ઘટના હતી.આટલા મોટા પ્રમાણમાં સમર્થન મળતાં 11 ડિસેમ્બર 2014નો રોજ સંયુક્ત રાષ્ટ્રે જાહેરાત કરી હતી કે દર વર્ષે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઊજવવામાં આવશે.

વાંચો અહીં વિદેશમંત્રીનું નિવેદન