યોગી સરકાર 10 નવી સંસ્કૃત શાળાઓ કરશે શરુ

0
217

રાજ્યમાં સંસ્કૃત શિક્ષણને પ્રોત્સાહન આપવા લીધો નિર્ણય

ઉત્તર પ્રદેશની યોગી સરકાર 10 નવી સંસ્કૃત શાળાઓ ખોલવા જઈ રહી છે. યોગી સરકારે રાજ્યમાં સંસ્કૃત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નિર્ણય લીધો છે. જેના કારણે રાજ્યમાં 10 નવી સરકારી સંસ્કૃત માધ્યમની શાળાઓ ખોલવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર વારાણસી, રાયબરેલી, સહારનપુર, મુઝફ્ફરનગર, મુરાદાબાદ, શામલી, જાલૌન, એટાહ, અમેઠી અને હરદોઈમાં શાળાઓ ખોલવામાં આવશે. જણાવી દઈએ કે રાજ્યમાં માત્ર એક સરકારી સંસ્કૃત માધ્યમિક અને એક સરકારી સંસ્કૃત ડિગ્રી કોલેજ ચાલી રહી છે. આ સિવાય અન્ય તમામ સંસ્થાઓ ખાનગી રીતે ચલાવવામાં આવી રહી છે. નવી ઉત્તર મધ્યા સંસ્કૃત શાળાઓની સ્થાપના યુપીની ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે. રાજ્ય સરકાર તરફથી સૈદ્ધાંતિક સંમતિ મળ્યા બાદ, રાજ્યના શિક્ષણ નિર્દેશાલયના અધિકારીઓએ આ નવી સંસ્કૃત શાળાઓના નિર્માણ માટે ભંડોળ ફાળવવા ઔપચારિક વિનંતી કરી છે.