યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી

0
617

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. યુપી એટીએસ સહિત તમામ એજન્સીઓને આ મામલાની જાણ કરવામાં આવી છે. 23 એપ્રિલની રાત્રે ડાયલ 112 પર મેસેજ મોકલવામાં આવ્યો હતો. સુશાંત ગોલ્ફ સિટી પોલીસે 24 એપ્રિલની સવારે FIR નોંધી છે, જે નંબર પરથી આ ધમકી આવી છે, તે નંબરનો પ્રોફાઇલ ફોટો ઉર્દૂમાં છે. યુઝરનું નામ કથિત રીતે રિહાન જણાવવામાં આવી રહ્યું છે.આરોપીએ મેસેજ દ્વારા ધમકી આપી હતી અને લખ્યું હતું કે ‘સીએમ યોગીને ટૂંક સમયમાં મારી નાખશે’.આ ધમકીભર્યા મેસેજ આવ્યા બાદ પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.જોવો વીઆર લાઈવ પરયુ-ટ્યુબ પર પણ મેળવો અપડેટ્સ