મોંઘવારી 29 મહિનામાં સૌથી નીચલા સ્તરે,માર્ચમાં જથ્થાબંધ ફુગાવાના દરમાં ઘટાડો

0
551

મોંઘવારી અંગે દેશમાં રાહતના સમાચાર સામે આવ્યાં છે. જથ્થાબંધ ફુગાવાના દરમાં ઘટાડો નોંધાયો છે.માર્ચમાં જથ્થાબંધ ફુગાવાના દરમાં ઘટાડો જોવા મળ્યો છે. . જથ્થાબંધ ફુગાવો ઘટીને 2 ટકા પર આવી ગયો છે. જથ્થાબંધ ભાવાંક આધારિત જથ્થાબંધ ફુગાવો માર્ચમાં 1.34 ટકા હતો, જે અગાઉના મહિનામાં 3.85 ટકા હતો. ફેબ્રુઆરી મહિનામાં જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો 3.85 ટકા હતો અને તેના અગાઉના મહિનામાં એટલે કે જાન્યુઆરી 2023માં જથ્થાબંધ મોંઘવારી દર 4.73 ટકા હતો. જથ્થાબંધ ફુગાવાના દરમાં આ ઘટાડો મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓના નીચા ફુગાવાના દરને કારણે આવ્યો છે. માર્ચમાં ખાદ્ય મોંઘવારી દર ઘટીને 2.32 ટકા પર આવી ગયો છે. તેના અગાઉના મહિનામાં એટલે કે ફેબ્રુઆરીમાં ખાદ્ય ફુગાવાનો દર 2.76 ટકા હતો.